Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સરકાર ગુજરાતમાં પંચાયતી રાજના અધિકારો ઓછા આપવા ઇચ્છુક :રાજીવ સાતવ

ગુજરાત કોંગ્રેસ દ્વારા પંચાયત પદાધિકારીઓનું મહાસંમેલન યોજાયું :પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિ

 

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા પંચાયત પદાધિકારીઓનું મહાસંમેલન ગાંધીનગર ખાતે યોજાયું હતું.જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા રાજીવ સાતવે જણાવ્યું હતું કે,આજ પંચાયતરાજ દિવસ છે. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પંચાયત રાજનાં અધિકારનાં હક માટેનું સ્વપ્ન જોયું હતું. પરંતુ ગુજરાતમાં પંચાયતી રાજનાં અધિકાર મળે તે અધિકાર ઓછાં મળે તે પ્રકારનું ગુજરાત સરકાર ઇચ્છી રહી છે.ત્યારે કોંગેસ દ્વારા દિશામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. મુદ્દે આવનાર દિવસોમાં વિરોધ વ્યકત કરવાની રણનીતિની પણ તૈયારી કરવામાં આવશે.

  આગામી સમયમાં 2019ની ચૂંટણી આવી રહી છે ત્યારે અત્યારથી તમામ પક્ષો દ્વારા પોતાના પક્ષને જીતાડવા માટે એડીચોર લગાવી દીધું છે ત્યારે ગાંધીનગર ખાતે યોજાયેલ કોંગ્રેસના પદાધિકારી સંમેલનમાં આગામી રણનીતિ અંગે પણ કેટલીક ચર્ચા કરવામાં આવી હતી.

(10:24 pm IST)
  • દિલ્હીનો ખૂંખાર માફિયા ઠાર : નવી દિલ્હી નજીક નોઇડા ખાતે ખૂંખાર માફિયા બલરાજ ભટ્ટી એસટીએફ સાથેનાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે access_time 9:59 pm IST

  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST

  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST