Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સુરતના પાંડેસરામાં બર્થડેમાં છાંટવામાં આવેલ સ્પ્રેના લીધે 30થી40લોકોની આંખમાં બળતરા થઇ હોવાની ઘટના સામે આવી

સુરત:પાંડેસરા વિભાગમાં ગઇકાલે મોડી રાતે બર્થ-ડે પાર્ટી દરમિયાન છાંટવામાં આવેલા સ્પ્રેના લીધે 30થી 40 વ્યક્તિઓને આંખમાં બળતરા થતાં હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં રામેશ્વર નગરમાં રહેતા અખિલેશ સિંગના પુત્ર આદિત્યનો જન્મ દિવસ ઉજવવા માટે ગતરાતે સંબંધી તથા આસપાસ પરિવારના સભ્યો ભેગા થયા હતા.

બર્થ-ડે પાર્ટીની ઉજવણી દરમિયાન ઉત્સાહમાં આવીને ફોમનું  સ્પ્રે ઉડાડાયું હતું. ત્યારબાદ કેક કાપીને ભોજન કર્યા બાદ આજુબાજુ પરિવારજનો પોતપોતાના ઘરે જઇને  સૂઇ ગયા હતા.

જો કે, મોડીરાતે અચાનક બર્થ ડે પાર્ટીમાં સામેલ થયેલા આ 40 જેટલા વ્યક્તિઓને  આંખમાં બળતરા શરૃ થઇ ગઇ હતી. જેમ તેમ રાત પસાર કર્યા બાદ ૩૦ વ્યક્તિને ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ અન્ય વાહનોમાં આંખમાં બળતરાની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા.

(5:53 pm IST)