Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઠાસરાના ડાકોર રોડ પર અજાણ્યા વાહનની હડફેટે બાઈક સવાર પિતા પુત્ર પૈકી પિતાનું ઘટનાસ્થળેજ મોત: પુત્રને ગંભીર ઇજા

ઠાસરા:ના ડાકોર રોડ ઉપર બાઈક ઉપર જતાં પિતા-પુત્રને અકસ્માત નડયો છે. ભાણીના લગ્નની કંકોત્રી પોતાના મોસાળમાં આપીને પરત ઘરે આવતા હતા તે દરમ્યાન ગાડીએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પિતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. આ અંગે ઠાસરા પોલીસ મથકે ફેટલ અકસ્માતની નોંધ કરાઈ છે. મળતી વિગતો અનુસાર આણંદ જીલ્લાના ત્રોણોલ ગામની સીમમાં ખેતરની અંદર છગનભાઈ શંકરભાઈ પરમાર (ઉં.વ.૪૮) રહેતા હતા. નજીકના દિવસોમાં તેઓની ભાણી સુમીત્રાબેનના લગ્ન હોવાથી છગનભાઈ અને તેમનો દિકરો વિક્રમ પોતાના મોસાળ ઠાસરાના સલુણમાં લગ્નની કંકોત્રી આપવા આવ્યા હતા. મોડી રાત્રે મોસાળમાંથી પરત પોતાના ઘરે બાઈક નં.જી.જે.૨૩ એ.પી.૬૩૪૩ લઈને આવતા હતા. રાત્રીના અગીયાર વાગ્યાની આસપાસ ઠાસરા-ડાકોર રોડ ઉપર નર્મદા વસાહત પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટે આવતી ઈનોવા ગાડી નં.જી.જે.૧૮ એ.બી.૧૦૬૦ના ચાલકે છગનભાઈની મોટર સાયકલને ટક્કર મારી હતી.
 

(5:52 pm IST)