Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અમદાવાદના મોર્ડન જવેલર્સ ઉપર આઇટીનો સર્ચ

રાજન ઝવેરીના સીજી રોડ ઉપર આવેલ શોરૂમમાં તપાસઃ રાજકોટની ટીમના અમદાવાદમાં ધામા

રાજકોટ તા.ર૪: ર૦૧૮-૧૯ ના નાણાકીય વર્ષમાં રાજકોટ ઇન્કમટેકસની ગુપ્તચર બ્રાંચે અમદાવાદની જવેલર્સ પેઢી ઉપર સર્વે હાથ ધર્યો છે.

અમદાવાદના સીજી હાઇવે ઉપર આવેલ મોર્ડન જવેલર્સ ઉપર રાજકોટ ઇન્કમટેકસ પંકજ શ્રીવાસ્તવના માગદર્શન હેઠળ શ્રી વી.એમ.ડાંગર, મનીષભાઇ અજુડીયાની ટીમે સર્વે હાથ ધર્યો છે. રાજન ઝવેરીના મોર્ડન જવેલર્સ પેઢી ઉપર આવકવેરા વિભાગનો કેટલાક નાણાકીય વ્યવહારો તેમજ સ્ટોક ઉપરતપાસ કેન્દ્રીત કરવામાં આવી છે

આવકવેરા વિભાગની તપાસ  સાંજે  પૂર્ણ થવાની  શકયતા સુત્રોએ વ્યકત કરી છે.

 

(4:40 pm IST)