Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાશે :આગામી બે દિવસ હિટવેવની આગાહી

અમદાવાદ :રાજ્યમાં ગરમીએ જોર પકડ્યું છે ત્યારે આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચકાશે ત્યારે આજે પણ સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ આગામી 2 દિવસ સુધી રાજ્યભરમાં હિટેવેવની સ્થિતિ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હિટવેવ યથાવત્ રહેશે. લોકોને આગામી 2 દિવસ સુધી ગરમીનો મારો સહન કરવો પડશે. જેથી લોકોને કામ સિવાય બહાર ન નીકળવા સુચના આપવામા આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવ રહેશે જ્યારે મંગળવારે ગુજરાતભરમાં હીટવેવ રહેશે. આ સાથે જ આગામી દિવસોમાં ગરમીનો પારો વધું ઉંચે જાય તેવી પણ શક્યા છે. જેથી ગરમીથી બચવા જરૂરી ન હોય તો બપોરના સમયે બહાર ન નિકળવા ઉપરાંત યોગ્ય પગલાં લેવા સલાહ આપવામાં આવી છે.

આમ સૌથી વધારે ગરમ શહેર 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રહ્યું છે. જ્યારે સુરતમાં સૌથી ઓછુ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું છે. જેથી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ સુધી હિટવેવની આગાહી કરવામા આવી છે.

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન ?

શહેર તાપામાન

સુરેન્દ્રનગર 42.8

અમરેલી 42.0

રાજકોટ 41.5

ભૂજ 41.4

ગાંધીનગર 40.5

વડોદરા 41.4

અમદાવાદ 40.2

સુરત 39.4

ડિસા 4.0

 

 

 

(3:33 pm IST)