Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

બીટકોઈન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમની તપાસથી સંતોષ :શૈલેષ ભટ્ટ

-તમામ બાબતોનો પર્દાફાશ કરાશે અને ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી થશે તેવી આશા છે

ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બિટકોઈન 12 કરોડ કૌભાંડ મામલે ચાલી રહેલી તપાસ અંગે આરોપી શૈલેષ ભટ્ટે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે SPનાં દિશા નિર્દેશથી સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. SP જગદીશ પટેલે મને ધમકી આપી હતી. આ કેસમાં CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલી રહેલી તપાસ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તપાસ થયે તમામ બાબતનો પર્દાફાશ કરાશે અને ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

   બિટકોઈનના મામલે પોલીસ અધિકારી દ્વારા 12 કરોડનું મસમોટું કૌભાંડ આચરવાનું આવ્યું હોવાનું આ મામલે ફરિયાદ કરનારા શૈલેષ ભટ્ટને વધું પુછપરછ માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. તેમને આરોપીઓની સામસામે બેસાડી પોલીસે વધું તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલીક બાબતો અંગે વધું ખુલાસો થયો હોવાનું જાણવા મળ્યું છે.

તે પછી શૈલેષ ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં તેઓ CID ક્રાઈમની તપાસથી સંતુષ્ટ હોવાની તપાસ યોગ્ય રીતે આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું.

(9:02 pm IST)