Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અમદાવાદ મનપા સંચાલિત બીઆરટીએસની આવક અઠ્ઠની-ખર્ચ રુપયો :પાંચ વર્ષમાં 4910 લાખની ખોટ

ટ્રાન્સપોર્ટના નામે કોનટ્રાક્ટરોને કમાણી કરાવાનું સાધન બની:કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસએ છેલ્લા પાંચ વર્ષમાં 5,910 લાખની ખોટ કરી છે. બીઆરટીએસ માટે અલગ કોરિડોર બનાવીને અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા ઉકેલાવાને ઉલટાનું વધી રહી છે આવક કરતા ખર્ચ વધુ હોવાને કારણે છેલ્લા પાંચ વર્ષમા 5,910 લાખની ખોટ કરી છે. બીઆરટીએસની આવક 37532.14 લાખની થઇ હતી. જ્યારે 48722.86 લાખનો ખર્ચ કરવામા આવ્યો.હતો 

   પાછલા પાંચ વર્ષના આંકડા મુજબ વર્ષ 2012-13માં રૂ.708.38 લાખની ખોટ થઈ હતી. તો 2013-14માં રૂ.1980.28 લાખ, 2014-15માં રૂ.2524.18 લાખ 2015-16માં રૂ.568.11 લાખ અને 2016-17માં રૂ.129 લાખની ખોટ થઈ હતી.

   જોકે પાછલા બે વર્ષમાં ખોટની રકમમાં ઘટાડો જોવા મળ્યો છે. અનધડ આયોજનને કારણે પબ્લીક ટ્રાન્સપોર્ટની સેવા ખોટના ખાડામા ગરકાવ થતી જાય છે. કરોડોના ખર્ચે બસ સ્ટેન્ડ-કોરીડોર બનાવીને કીલોમીટર દીઠ 60 રૂપિયે બસ ભાડે લઇને કોનટ્રાક્ટરોને જલસા કરાવામાં આવી રહ્યા છે. વિપક્ષે કોંગ્રેસનું કહેવુ છે કે બીઆરટીએસ તંત્ર માટે ટ્રાન્સપોર્ટના નામે કોનટ્રાક્ટરોને કમાણી કરાવાનું સાધન બની ગઇ છે

(12:03 am IST)