Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજ્યની ઢગલાબંધ જેલો ઉપર એક સાથે ઓપરેશન શરૂ: દરોડા ચાલુ

સાબરમતી સુરત બરોડા રાજકોટ ભાવનગર જામનગર ભુજ સહિત રાજ્યની દોઢ ડઝન જેલો ઉપર જેલ વિભાગને સાથે રાખીને રાજ્યમાં પ્રથમ વખત પોલીસના જંગી દરોડા: હાથ ધરાયું અભૂતપૂર્વ ઓપરેશન.

અમદાવાદ : રાજ્યની ઢગલાબંધ જેલો ઉપર એક સાથે ઓપરેશન શરૂ થયું છે અને વ્યાપક પણે દરોડાનો દોર શરૂ કરાયો છે,

 સાબરમતી સુરત બરોડા રાજકોટ ભાવનગર જામનગર ભુજ સહિત રાજ્યની દોઢ ડઝન જેલો ઉપર જેલ વિભાગને સાથે રાખીને રાજ્યમાં પ્રથમ વખત પોલીસના જંગી દરોડા પાડવામાં આવ્યા છે અને અભૂતપૂર્વ ઓપરેશન હાથ ધરાયુ છે

ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થયા પછી જેલ ઓપરેશન હાથ ધરાયુંછે, ડીજીપી વિકાસ સહાય, જેલ વિભાગના વડા કે. એલ. એન. રાવ અને આઇબી ના વડા અનુપમસિંહ ગેહલોત બાજ નજર રાખી રહ્યા છે.  જેલોમાં અનધિકૃત પ્રવૃત્તિઑ ચાલી રહ્યાની વિગતો મળતા એક સાથે તપાસ શરૂ. કરાઈ છે

લો એન્ડ ઓર્ડર વડા નરસિહમાં કોમાર પણ આ મેગા જેલ ઓપરેશનમાં જોડાયા છે.

(11:23 pm IST)