Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ફતેપુર ગામમાં કપાસ અને તુવરનાં પાક બાબતે એકજ પરિવાર વચ્ચે ધિંગાણું : સામ સામે 6 વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુર ગામમાં નજીવી બાબતે એક જ પરિવારનાં સભ્યો વચ્ચે માથાકુટ થતા સામ સામી ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી અનુસાર પ્રથમ ફરિયાદ આપનાર જયશ્રીબેન જયંતીભાઇ હિમંતભાઇ બારીયા (રહે.ફતેપુર)નાં જણવ્યા મુજબ ફતેપુર ગામની સીમં તેમના સર્વે નં.૧૨૨ વાળી જગ્યા પર તેઓ ઢોરો લઈ ગયેલા તે વખતે (૧) નટવરભાઇ હિમંતભાઇ બારીયા (ર) ધનીબેન નટવરભાઇ બારીયા (૩) મહેશભાઇ નટવરભાઇ બારીયા (૪) કાંતીભાઇ હિમંતભાઇ બારીયા (તમામ રહે. ફતેપુર (વજી) તા.તિલકવાડા જિ.નર્મદા) નાઓ ભેગા મળી ફરી.ના ખેતરમાં કપાસ વીણતા હોય જેથી ફરી.એ જણાવેલ કે કેમ અમારા ખેતરમાં કપાસ વીણો છો? અને તુવેર કેમ કાપો છો? તેમ કહેતા ગાળો બોલતો હતો જેથી ફરી.બેન ગાળો બોલવાની ના પાડતા આરોપી નં.(૨)નાની દોડી ફરી.બેન સાથે ઝપાઝપી કરવા લાગેલ હતી તે વખતે આરોપી નં.(૩) અને (૪) ના તેનુ ઉપરાણુ લઈ દોડી આવી ફરી.બેન ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
જ્યારે સામા પક્ષે ધનીબેન નટવરભાઇ બારીયા રહે ફતેપુર એ આપેલી ફરિયાદ મુજબ તેઓ ફતેપુર ગામની સીમમાં કપાસ તથા તુવેર કાપતા હતા તે વખતે જયશ્રીબેન જયંતીભાઈ બારીયા અને જયદેવભાઈ જયંતીભાઈ બારીયા નાઓ આવી કહેવા લાગેલ કે અમારા ખેતરમાં કેમ તુવેર કાપો છો?તેમ કહેતા ફરી. બેનને જણાવેલ આ ખેતર અમારા ભાગમાં આવેલ છે.અને અમોએ તુવેરનું વાવેતર કરેલ છે. જે તુવેર અમો કાપવા માટે આવેલ છે તેમ કહેતા ગાળો બોલી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય બને પક્ષ ની ફરિયાદના આધારે તિલકવાડા પોલીસે કુલ છ સામે ગુનો દાખલ કર્યો છે.

(9:56 pm IST)