Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

પોલીસ દળને વધુ મજબૂત બનાવવા નિરંતર ભરતી પ્રક્રિયા : ગયા વર્ષે ૧૧૯૦૦ નવી ભરતી

સીધી ભરતીના પી.આઇ.ને ૩૮૦૯૦ અને પી.એસ.આઇ.ને ૧૯૫૦૦ ફીકસ વેતન

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૪ : રાજ્‍યમાં વિવિધ સંવર્ગમાં પોલીસ દળની ભરતી અંગે ભાજપના દિનેશ ઠાકોરના પ્રશ્નના ઉત્તરમાં રાજ્‍ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ગવાર રાજ્‍ય પોલીસ દળને વધુ સુદ્રઢ તેમજ અસરકારક બનાવવા માટે રાજ્‍ય સરકારે જુદા-જુદા સવર્ગમાં સીધી ભરતીથી કરવામાં આવે છે. આ વાત સાચી છે.

આ જુદા-જુદા વર્ગની ભરતીમાં નાયબ પોલીસ અધિક્ષક, બિન હથિયારી પોલીસ, એસ.આર.પી.એફ., ઇન્‍ટેલીજન્‍સ ઓફિસર પોલીસ કોન્‍સ્‍ટેબલ, પોલીસ ઇન્‍સ્‍પેકટર વગેરેનો સમાવેશ થાય છે.

૨૦૨૧માં ૭૮ અને ૨૦૨૨માં ૧૧૯૦૦ની સીધી ભરતીથી ભરવામાં આવી છે. આ સીધી ભરતીમાં પાંચ વર્ષ ૯ માસ અને ૨૭ માસ માટે નક્કી કરવામાં આવ્‍યું છે. જ્‍યારે ફીકસ વેતન રૂા. ૩૮,૦૯૦ પોલીસ ઇન્‍સ્‍પેકટર અને સબ ઇન્‍સ્‍પેકટર માટે રૂા. ૧૯,૫૦૦ આપવામાં આવ્‍યું છે.

(4:40 pm IST)