Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ગુજરાત ઇન્‍ફોર્મેટીક લિ.માં નાણાકીય ગેરરીતિ : ઉચ્‍ચ કક્ષાની તપાસ ચાલુ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૨૪ : ગુજરાત ઇન્‍ફોર્મેટીકસ લી.માં થયેલ નાણાકીય ઉચાપત બાબતે કોંગ્રેસના ડો. સી.જે.ચાવડાના પ્રશ્નના ઉત્તરમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧-૨૩ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં બોગસ કંપનીઓને રૂપિયા ચુકવણીમાં નાણાકીય ગેરરીતિ આચરવામાં આવેલ છે તેનાથી સરકાર વાકેફ છે. આ ગેરરીતિની તપાસ સ્‍ટેચ્‍યુટરી ઓડિટરના તા. ૨૫-૫-૨૨ના રિપોર્ટ મળેવી તરત જ તા. ૨૬-૫-૨૨થી આંતરિક તપાસ હાથ ધરવામાં આવી છે. ત્‍યારબાદ તા. ૪-૬-૨૨થી વધુ તપાસ કરવા માટે ફોરેન્‍સિક ઓડિટરની નિમણુંક કરવામાં આવેલ છે. આવસ પ્રવૃત્તિ કરનાર કોઇને પણ સાંખી લેવામાં નહિ આવે અને તપાસમાં કસૂરવાર થશે તો તેને કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.

(4:54 pm IST)