Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ઇનિફનિયમ ફાર્માકેમ લિમિટેડ નો આઇપીઅો ૩૧ મીઍ ખુલશેઃફેસ વેલ્યુ રૂ.૧૦

અમદાવાદઃ ઇન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડ, જે આયોડીન ડેરિવેટિવ્ઝ,  ફાર્મા ઇન્ટરમીડિઍટ્સ અને ઍકિટવ ફાર્માસ્યુટિકલઇન્ગ્રેડિયન્ટસ ના ઉત્પાદન અને સ્પલાયમાં રોકાયેલ છે, તે રૂ.૨૫૨૫.૭૨ લાખ તેનો આઇપીઓ ૩૧ માર્ચ, ના રોજ લાવી રહી છે.

પબ્લિક ઇશ્યુ ૧૮,૭૫,૦૦૦ શેર નો છે જેમાં પ્રતિ ઇકિવટી શેર રૂ. ૧૦ ની ફેસ વેલ્યુ ધરાવતા ઇકિવટી શેર દીઠ રૂ. ૧૩૫.૦૦ ની રોકડ કિંમત રહશે અને પ્રતિ શેર રૂ.૧૨૫ નો પ્રીમિયમ રહશે, જે થી ઇશ્યુ ની કુલ રકમ રૂ.૨૫૨૫.૭૨ લાખ હશે. ૧૮,૭૫,૦૦૦ શેર માંથી, ૪૧,૦૦૦ ઇકિવટી શેર લાયક કર્મચારીઓે (કર્મચારી આરક્ષણ ભાગ ) દ્રારા સબસિક્રપ્શન માટે અનામત રાખવામાં આવશે, જે પ્રમોટર અને પ્રમોટર જુથ સિવાયના હશે અને ૯૪,૦૦૦ઇકિવટી શેર માર્કેટ મેકર માટે આરક્ષિત રહશે બાકીના ૧૭,૪૦,૦૦૦ શેર નેટ ઇશ્યુ ગુણવામાં આવશે. ઇશ્યૂ કંપનીની ઇશ્યૂ પછીની પૂર્ણ ચુકવેલી મૂડીના અનુક્રમે ૨૬.૯૫અને ૨૫.૦૧હિસ્સો ધરાવે છે. ઇશ્યુ ૩૧ માર્ચ,૨૦૨ઁના રોજ ખુલે છે અને ૫ ઍપ્રિલ, ૨૦૨૩ના રોજ બંધ થાય છે અને ત્યારબાદ ઍનઍસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબધ્ધ થકે. ઇશ્યુના લીડમેનેજર સ્વસ્તિક ઇન્વસ્ટમાર્ટલિમિટેડ છે અને ઇશ્યૂના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે. તેમ યાદીમાં જણાવાયું છે

(3:49 pm IST)