Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

શહીદ દિને અમદાવાદ - મેઘાણીનગર સ્‍થિત મેઘાણી - પ્રતિમા ખાતે ‘શહીદ વંદના' સ્‍મરણાંજલિ કાર્યક્રમ

અમદાવાદ - અસારવાના ધારાસભ્‍ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટકુમાર પરમાર, ડેપ્‍યુટી મેયર ગીતાબેન પટેલ, સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેરમેન હિતેશભાઇ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્‍કરભાઇ ભટ્ટ તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્‍થિતિ : ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્‍યાસ અને ગંગારામ વાઘેલાએ મેઘાણી-ગીતો થકી ‘સ્‍વરાંજલિ' અર્પણ કરી : ગુજરાતના મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે લાગણીસભર શુભેચ્‍છા-સંદેશ પાઠવ્‍યો હતો નવી પેઢી આપણી આઝાદીની લડતમાં નામી-અનામી શહીદ-વીરોએ આપેલ આહુતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન તથા સમસ્‍ત વાલ્‍મીકિ સમાજ દ્વારા સતત ૧૦મા વર્ષે પ્રેરક આયોજન

 

રાજકોટ તા. ૨૪ : શહીદ દિને અમદાવાદ-મેઘાણીનગર સ્‍થિત મેઘાણી-પ્રતિમા ખાતે શહીદ વંદના સ્‍મરણાંજલિ કાર્યક્ર્‌મનું આયોજન થયું. નવી પેઢી આપણી આઝાદીની લડતમાં નામી-અનામી શહીદ-વીરોએ આપેલ આહુતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન તથા સમસ્‍ત વાલ્‍મીકિ સમાજ દ્વારા સતત ૧૦જ્રાક્ર વર્ષે આ પ્રેરક આયોજન થયું હતું. ગુજરાતના સંસ્‍કૃતિ-સાહિત્‍ય-પ્રેમી મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે લાગણીસભર શુભેચ્‍છા-સંદેશ પાઠવ્‍યો હતો.  

અમદાવાદ-અસારવાના ધારાસભ્‍ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટકુમાર પરમાર, ડેપ્‍યુટી મેયર ગીતાબેન પટેલ, સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્‍કરભાઈ ભટ્ટ અને માર્ગ-મકાન સમિતિના ચેરમેન મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક, લોકસાહિત્‍ય અભ્‍યાસુ, શિક્ષણવિદ્‌ અભેસિંહ રાઠોડ, લોકગાયિકા રાધાબેન વ્‍યાસ, કોર્પોરેટર અનસુયાબેન પટેલ, ઓમજી પ્રજાપતિ, દિશાંતભાઈ ઠાકોર અને મેનાબેન પટ્ટણી, પૂર્વ કોર્પોરેટર બિપીનભાઈ પટેલ અને સુમનબેન રાજપૂત, વાલ્‍મીકિ સમાજના અગ્રણીઓ વાલ્‍મીકિ યુવા ઉત્‍થાન મિશનના કે. સી. વાઘેલા, લોકગાયક-ભજનિક ગંગારામ વાઘેલા, કિશોરભાઈ સોલંકી, જગદીશભાઈ વાઘેલા, કિરણભાઈ સોલંકી અને બળદેવભાઈ વાઘેલા, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટીના પૂર્વ-ચેરમેન ગોવિંદસિંહ ડાભી, શાયોના જનસેવા ટ્રસ્‍ટના ઘનશ્‍યામભાઈ પટેલ, મહેશભાઈ ઠક્કર, રક્ષાબેન પટેલ, સુરેન્‍દ્રસિંહ દેવધરા, પીયૂષભાઈ વ્‍યાસ, વિનોદભાઈ મિસ્ત્રી, હસુભાઈ ઘાઘરેટિયા અને પાંચાભાઈ બોળીયાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્‍યાસ અને ગંગારામ વાઘેલાએ મેઘાણી-ગીતો થકી સ્‍વરાંજલિ અર્પણ કરી હતી. ફૂલમાળ કાવ્‍યની અભેસિંહ રાઠોડ દ્વારા હૃદયસ્‍પર્શી રજૂઆતે ઉપસ્‍થિત સહુને ભાવવિભોર બનાવી દીધાં હતાં.   

આ પ્રેરક કાર્યક્ર્‌મ માટે અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ શહેર પોલીસ, અસારવાના ધારાસભ્‍ય દર્શનાબેન વાઘેલા, ઘનશ્‍યામભાઈ પટેલ-શાયોના જનસેવા ટ્રસ્‍ટ તથા સમસ્‍ત વાલ્‍મીકિ સમાજનો સહયોગ પ્રાપ્ત થયો હતો.  

આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરૂને ૨૩ માર્ચ ૧૯૩૧દ્ગક્ર રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હૃદયસ્‍પર્શી કાવ્‍ય ફૂલમાળ રચેલું. વીરા !  એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ. ફાંસીને દિવસે શહીદ ભગતસિંહએ જેલની કોટડીની સફાઈ કરતા વાલ્‍મીકિ સમાજના વયોવૃધ્‍ધ સફાઈ કામદારભાઈના હાથની બનેલી રોટી ખાવાની અંતિમ ઈચ્‍છા વ્‍યક્‍ત કરેલી. વાલ્‍મીકિ સમાજની આ રોટીનું ઋણ અને મૂલ્‍ય ક્‍યારેય વીસરાશે નહિ. આથી આનું સવિશેષ મહત્‍વ રહ્યું હતું.

* આલેખન *

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

 

 

(3:47 pm IST)