Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટ - અમદાવાદ ૬ માર્ગીય રોડનું કામ ૩૦ જૂન સુધીમાં પૂર્ણ થશે

વિધાનસભામાં મુદ્દો ઉઠયો : જાન્‍યુઆરી ૨૦૧૮થી કામ ચાલે છે : હાલ ૭૫ ટકા કામગીરી પૂર્ણ : વિલંબ માટે જુદા જુદા કારણો દર્શાવાયા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૪ : અમદાવાદ - રાજકોટ હાઇવેને સીકસલેન કરવાની કામગીરી અંગે સભ્‍ય અમૃતજી ઠાકોરના પ્રશ્નના ઉત્તરમાં માર્ગ અને મકાન વિભાગના જવાબ આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્‍યું હતું કે, અમદાવાદ - રાજકોટ રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪ તથા રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નં. ૨૭ની કામગીરી ૭૫ ટકા જેટલી ભૌતિક રીતે પૂર્ણ થયેલ છે.

આ કામગીરી માટે કુલ રૂા. ૨૨૫૩.૭૨ કરોડના ટેન્‍ડરો બહાર પાડવામાં આવ્‍યા છે. આ ટેન્‍ડરો પ્રમાણે તા. ૮/૧/૨૦૧૮ના રોજ કામગીરી ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્‍યું હતું અને ટેન્‍ડર મુજબ આ કામગીરી પૂર્ણ કરવાની તા. ૭/૧/૨૨ અને તા. ૩૦/૬/૨૩ સુધી પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.

આ કાર્યમાં કયાંય વિલંબ થયો છે તેમાં ફોરેસ્‍ટ કલીયરન્‍સ, જમીન સંપાદન, વિદ્યુત થાંભલા, ગેસ પાઇપ લાઇન તેમજ હાઇકોર્ટના કેસો, કોવિડ-૧૯ના કારણોસર વિલંબ થયેલ છે. આ કારણો પૂર્ણ થતાંની સાથે જ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

(12:42 pm IST)