Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

લ્‍યો બોલો...ગુજરાતમાં મહિલાઓ સામેનાં ગુનાઓ ૨૫ ટકા વધી ગયાનો ખુલાસો

૨૦૨૦માં ૨૭૭ ગુનામાં સામે ૨૦૨૧માં ૩૪૯ ગુનાઓ સંસદમાં કેન્‍દ્ર સરકારે રજૂ કર્યા આંકડાઓ

નવી દિલ્‍હીતા. ૨૪ : વર્તમાન સંસદ સત્રમાં કેન્‍દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ. આંકડાઓ દર્શાવે છે કે રાજયમાં મહિલાઓ સામેના ગુનાઓમાં તીવ્ર વધારો થયો છે.

૨૦૧૯માં રાજયમાં મહિલાઓ સામેના ગુનાઓના ૨૨૬ કેસ નોંધાયા હતા. જે ૨૦૨૦માં ૨૭૭ અને ૨૦૨૧માં વધીને ૩૪૯ થઇ ગયા હતા. મહિલાઓ સામેના ગુનાઓમાં ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં ૨૫ ટકાનો વધારો થયો હતો.

ગુજરાતમાં મહિલાઓ સામે સાઇબર ક્રાઇમ અંગે ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧માં અનુક્રમે ૨૬૯, ૨૪૫ અને ૩૨૨ શખ્‍સોની ધરપકડ થઇ હોવા છતાં આ ૩ વર્ષમાં સજા ફકત એક જ વ્‍યકિતને મળી હતી.

કેન્‍દ્રીય પ્રધાને કહ્યું કે પોલીસ અને જાહેર કાયદો વ્‍યવસ્‍થા રાજયનો વિષય છે અને ગુનાઓને રોકવા, શોધવા, તપાસ અને કેસ ચલાવવાની પ્રાથમિક જવાબદારી રાજયોની છે. તેમ છતાં કેન્‍દ્ર સરકાર રાજયોના પ્રયાસોને મદદરૂપ થવા માટે પગલાઓ લઇ રહી છે. મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ  રોકવા માટેની સીસીપીડબલ્‍યુસી યોજના હેઠળ કેન્‍દ્રીય ગૃહમંત્રાલય આર્થિક સહાય પુરી પાડે છે.

(11:50 am IST)