Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ABPSS દ્વારા સતત 'પત્રકાર સુરક્ષા કાનૂન'ની માંગને આખરે છત્તીસગઢ સરકારની મંજૂરી મળી

ભૂપેશ બઘેલ કેબિનેટની મંજૂરી બાદ પત્રકાર સુરક્ષા કાનૂનને વિધાનસભામાં પણ બહાલી મળી: ABPSSનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલે દ્વારા સીએમ ભૂપેશ બઘેલને અભિનંદન પાઠવ્યા : આ લોક્શાહી માટેની ઐતિહાસિક ઘડી છે એવું જણાવવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશભરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂનની માંગને લઈને દેશભરમાં અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે છત્તીસગઢની ભૂપેશ કેબિનેટે પત્રકાર સુરક્ષા કાયદાને મંજૂરી આપી છે. પત્રકાર સુરક્ષા કાયદાને લઈને વિધાનસભામાં બિલ લાવવામાં આવ્યું હતું અને આખરે તેને પાસ કરવામાં આવ્યું છે. સત્તામાં આવ્યા બાદ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અને પ્રદેશના સભ્યો સતત મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને મળીને પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા.

હાલ, છત્તીસગઢ સરકારે પત્રકાર સુરક્ષા કાનૂનને મંજૂરી આપી દીધી છે. ABPSSનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલે આ તકે મુખ્યમંત્રી ભૂપેશ વઘેલ ને અભિનંદન પાઠવ્યા હતા અને આ કાયદા ને લોકતંત્ર માટે ની ઐતિહાસિક ઘટના તરીકે મુલવણી કરી હતી.

પત્રકાર સુરક્ષા કાયદો લાગુ થયા બાદ પત્રકારો પર FIR કરતા પહેલા ઘણા નિયમોનું પાલન કરવું પડશે. પત્રકારોની સતામણી, ધાકધમકી,હિંસા કે ખોટી રીતે કેસ ચલાવવાથી રોકવામાં મદદ મળશે. પત્રકારો સામેના બનાવટી કેસો સહિત અન્ય કેસો પર અંકુશ આવશે.ઘણી વખત એવું જોવા મળે છે કે, પત્રકારોના સમાચારથી નારાજ પક્ષ તેમની સામેના કોઈને કોઈ રીતે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં જાય છે. પત્રકારોને ધમકાવવામાં આવે છે,તેમને હેરાન કરવામાં આવે છે.જેના કારણે પત્રકારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
- પત્રકારો સામેના બનાવટી કેસો પર પ્રતિબંધ લાગશે
બદલાની ભાવનાને કારણે ઘણી વખત પત્રકારો સામે કેસ દાખલ કરવામાં આવે છે.જેના કારણે દેશ સહિત છત્તિસગઢમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવાની માંગ જોરશોર થી કરવામાં આવી રહી છે.કોંગ્રેસે પણ પત્રકારોની આ માંગને ટેકો આપ્યો હતો.તેમના જાહેર ઢંઢેરામાં તેમણે પત્રકાર સુરક્ષાના અમલની વાત કરી હતી.હવે ભૂપેશ કેબિનેટની મંજૂરી મળ્યા બાદ રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો પત્રકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- આ પત્રકારોને પત્રકાર સુરક્ષા કાયદા હેઠળ લાભો મળશે
જેના છેલ્લા 3 મહિનામાં ઓછામાં ઓછા 6 લેખ સમૂહ માધ્યમોમાં પ્રકાશિત થયા છે એવી વ્યક્તિ કે જેને છેલ્લા 6 મહિનામાં કોઈપણ મીડિયા સંસ્થા તરફથી સમાચાર સંકલન માટે ઓછામાં ઓછા 3 વખત ચૂકવણી કરવામાં આવી હોય એવી વ્યક્તિ કે જેના ફોટા છેલ્લા 3 મહિનામાં ઓછામાં ઓછા 3 વખત પ્રકાશિત થયા છે.કૉલમિસ્ટ અથવા ફ્રીલાન્સ પત્રકાર, જેમનું કામ છેલ્લા 6 મહિનામાં 6 વખત પ્રકાશિત/પ્રસારિત થયું છે.આવી વ્યક્તિ જેના મંતવ્યો/વિચાર છેલ્લા ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 6 વખત માસ કોમ્યુનિકેશનમાં નોંધાયા છે. એક વ્યક્તિ જેની પાસે ID કાર્ડ અથવા મીડિયા સંસ્થાના સભ્ય હોવાનો પત્ર છે.
- પત્રકારોની નોંધણી માટે ઓથોરિટી બનાવાશે
સરકાર પત્રકારોની નોંધણી માટે પણ ઓથોરિટી બનાવશે.કાયદો લાગુ થયાના 30 દિવસની અંદર સરકાર પત્રકારોની નોંધણી માટે એક ઓથોરિટીની નિમણૂક કરશે.ઓથોરિટીના સચિવને જનસંપર્ક વિભાગના અધિક નિયામક અને ઉપરના દરજ્જાની વ્યક્તિને બનાવવામાં આવશે.તેમાં બે મીડિયા પર્સન પણ હશે,જેમની વરિષ્ઠતા ઓછામાં ઓછી 10 વર્ષની હશે.આમાંથી એક મહિલા મીડિયા પર્સન પણ છત્તીસગઢમાં કામ કરશે.ઓથોરિટીમાં સામેલ મીડિયા પર્સનનો કાર્યકાળ માત્ર બે વર્ષનો રહેશે. કોઈપણ પત્રકાર બે વર્ષથી વધુ સમય સુધી ઓથોરિટીનો સભ્ય રહી શકશે નહીં

(10:17 pm IST)