Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ધાનપુર ગામે અનુસૂચિત પરિવાર પર હુમલાની ઘટના બાદ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ધાનપુર ગામે અનુસૂચિત સમાજના પરિવાર પર હુમલો કરનાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે અનુસૂચિત સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેને રજુઆત કરવામાં આવી છે
 પ્રાપ્ત વિગત અનુસાર આ કામના ફરિયાદી યશોદાબેન જયેશભાઈ પરમાર તેમના પરિવઆર સાથે નાંદોદ તાલુકાના ધાનપુર ગામે રહે છે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે એ પરિવાર પર થોડા દિવસ અગાઇ ગામના ઈસમોએ ઝગડો કરી જાતિ વિષયક શબ્દો બોલી લાકડી વડે ફટકા મારી ગંભીર ઇજા પહોંચી હોવાની ઘટના બનતા અનુસુચિત સમાજ ના લોકો માં ભારે નારાજગી જોવા મળી હતી, એ ઘટના અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદમાં એટ્રોસિટી એકટ મુજબ નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની માંગ સાથે અનુસૂચિત સમાજના આગેવાનો દ્વારા તિલકવાડા પોલીસ મથકે યોજાયેલા લોકદરબાર માં પહોચી ગ્રામજનો એ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે
 નાંદોદ તાલુકાના ધાનપુર ગામે અનુસૂચિત સમાજના પરિજવાર પર ગામના જ ઇસમોએ લાકડી વડે ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી ગાળૉ આપતા રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદ  માં એટ્રોસિટી એક હેઠળ નિષ્પક્ષ તપાસ થાય અને ગુનેગારો  સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદી ના કુટુંબીજનોને પોલીસ બંદોબસ્ત આપવાની માંગ સાથે અનુસૂચિત  સમાજના આગેવાનો દ્વારા તિલકવાડા પોલીસ મથકે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ  કરવામાં આવી છે.
- જોકે આ મામલો છેક ઉચ્ચ અધિકારી પાસે પહોંચતા અને રાજકીય આગેવાનો પણ પડતા પોલીસ માટે જાયે તો કહા જાયે જેવો ઘાટ થવા છતાં હાલમાં સામા વાળા લોકોને અંદર કર્યા હોવાની વાત જાણવા મળી છે ત્યારે આગળ શું થાય છે એ જોવું રહ્યું.

(10:13 pm IST)