Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ગુજરાતભરમાં 'લોકડાઉન' કરવાના તાકીદના નિર્ણયની ભીતરની કથા

અમદાવાદના 'ખાડીયા'માં લોકોએ કફર્યુમાં ટોળે વળી બહાર નિકળવાની પરંપરા યથાવત રાખેલ : ભરૂચ હાઇ-વે પર વાહનોના 'થપ્પા' જોઇ વડાપ્રધાન કાર્યાલય ચોંકી ઉઠેલુ

રાજકોટ તા.૨૪:  પ્રથમ ચાર મહત્વના શહેરોમાં લોકડાઉન અને ત્યારબાદ અમુક જીલ્લાઓમાં લોકડાઉનના આદેશ બાદ અચાનક ગુજરાતના ગૃહમંત્રાલયના એડીશ્નલ ચીફ સેક્રેટરી (હોમ) સંગીતા સિંઘ અને રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ગુજરાતમાં મધરાત રાતે ૧૨ થી જ લોકડાઉન કરવાની જાહેરાત થઇ તેની પાછળ અમદાવાદ - ભરૂચની ઘટના તથા વડાપ્રધાન કાર્યાલય દ્વારા તંત્રનો 'કાન ખેચવાની' ઘટના કારણભૂત હોવાની ચર્ચાઓ ટોચના આઇપીએસ અને સચિવાલય વર્તુળોમાં ભારે હોટ ટોપીક બની છે.

(12:50 pm IST)