Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

પંજાબના કુખ્‍યાત આરોપીને અમદાવાદમાં ધરપકડ : નરોડામાં પણ લખણ જળકાવતો હતો : હવામાં ફાયરીંગ કરી સ્‍થાનિક લોકો સાથે માથાકુટ બાદ પોલીસે દબોચી શાન ઠેકાણે લાવી

Photo : Punjab mejarsingh-1

 અમદાવાદ: અમદાવાદ નરોડા પોલીસે ખૂંખાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મેજરસિંગની ધરપકડ નરોડા પાટિયા પાસેથી કરવામાં આવી હતી. જેમાં મેજરસિંગ જાહેરમાં બંદૂક દેખાડી સ્થાનિકો સાથે માથાકૂટ કરતો અને તેણે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આ આરોપીએ આગળ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદૂક દેખાડી એક બાઇક ચાલકને ડરાવી તેનું બાઇક લૂંટી ત્યાંથી ભાગી નરોડા પાટિયા તરફ પકડાયો છે. આ આરોપી પંજાબમાં હત્યાના કેસમાં વોન્ટેડ આરોપી છે અને અમદાવાદ ભાગીને આવ્યો હતો.

અમદાવાદમાં બે બનાવ સામે આવ્યા છે. જેમાં શહેર કોટડા વિસ્તારમાં આવેલા નરોડા ફાયર સ્ટેશનની પાછળની સાઇડ એક બાઇક ચાલક પાસે લૂંટ કરવામાં આવા હતી. તેણે બંદૂકની અણીએ એક બાઇક ચાલકને રોકી તેને બંદૂક દેખાડી તેના બાઇકની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપી બાઇક લૂંટી નરોડા પાટિયા તરફ ભાગી ગયો હતો. આરોપી ત્યાં પહોંચી નરોડા પાટીયા પાસે એક મહિલા સાથે માથાકૂટ કરી અને ત્યાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ પોલીસ ત્યાં નજીક હવોથી તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આરોપી મેજરસિંગને પકડી પાડવામાં આવ્યો છે.

આરોપી મેજરસિંગની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી એક દેશી પિસ્ટલ અને બે જીવતા કાર્ટિંસ પણ મળી આવ્યા હતા. જોકે, પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી મૂળ પંજાબનો રહેવાસી છે અને હોળીના દિવસે તે તેની 17 વર્ષની દીકરીની ગોળીમારી હત્યા કરી અને તેની પત્નીને પણ ગોળી મારી હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે હત્યા કર્યા બાદ નાશી છૂટેલા ટ્રેનમાં અમદાવાદ આવી પહોંચ્યો હતો. જોકે, અમદાવાદમાં પણ આરોપી મેજરસિંગ વિરૂધ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. જોકે, ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી મેજરસિંગ વિરૂધ પંજાબમાં 8 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં 1 હત્યા, 1 હત્યાનો પ્રયત્ન, 1 પેરોલ જમ્પ નાર્કોટીક્સના 5 ગુના, બળાત્કારનો ગુનો અને ઘરફોડ ચોરીનો 1 ગુનો નોંધાયેલો છે.

(1:01 pm IST)