Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મહુધાના ખલાડીમાં ચરતાં-ચરતાં વાછરડા ખેતરમાં ઘુસી જતા લોકોએ માલિકને ઢોર માર માર્યો

મહુધા:તાલુકાના ખલાડી ગામની સીમમાં વાછરડાઓ ચરતા-ચરતા પાસેના ખેતરમાં ઘુસી જતાં ગુસ્સે ભરાયેલા ખેતરના માલિક દ્વારા લાકડી તેમજ પાવડાથી હુમલો કરી વાછરડાના માલિકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

 


પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના ખલાડી ગામની સીમમાં રેસીયા તલાવડી પાસે સવાભાઈ મેઘાભાઈ ભરવાડ ગાયો-વાછરડાં ચરાવતા હતાં. જે દરમિયાન કેટલાક વાછરડાં રોડ પર ચરતાં-ચરતાં પાસે આવેલ ખેતરમાં ઘુસી ગયા હતાં. વાછરડાં ખેતરમાં ઘુસી જવાથી ગુસ્સે ભરાયેલા ખેતરના માલિક વીકીભાઈ સુભાષભાઈ પટેલ અને રિંકુભાઈ સુભાષભાઈ પટેલે વાછરડાં ચરાવતાં સવાભાઈ મેઘાભાઈ ભરવાડને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. અને વિકીભાઈએ પાવડાથી સવાભાઈને માથાના ભાગમાં મારમારી ઈજા કરી હતી. તેમજ સવાભાઈની સાથે સાથે છલાભાઈ કમાભાઈને પણ પાવડાથી મારી ડાબા હાથની કોણી પર ઈજા પહોંચાડી હતી. તેમજ રિંકુભાઈ લાકડી વડે કનુભાઈ તથા મનાભાઈ પર હુમલો કરી ઈજા કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

બનાવ અંગે મહુધા પોલીસે સવાભાઈ મેઘાભાઈ ભરવાડની ફરીયાદને આધારે વીકીભાઈ સુભાષભાઈ પટેલ અને રિંકુભાઈ સુભાષભાઈ પટેલ (બંન્ને રહે - ખલાડી) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:46 pm IST)