Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સુરતમાં વિજય સેલ્સના ઇલેકટ્રોનિકસના શો-રૂમના પાર્કિંગમાં આગ ભભૂકીઃ અફડાતફડીઃ ડોકટર - સ્ટાફ ફસાયોઃ દોડધામ

અડાજણ વિસ્તારમાં બપોરના બનાવઃ આગ કાબુમાં: રેસ્કયુ

રાજકોટ તા. ૨૪ : ઉનાળામાં આગના બનાવો થંભવાનું નામ નથી લેતા ત્યારે આજે સુરતમાં બિલ્ડીંગના પાર્કિંગમાં આગ લાગતા તંત્રમાં દોધામ મચી ગઇ છે.

 અડાજણ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલા ઈલેકટ્રોનિકસના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  આગના કારણે બીજા માળ પર આવેલી હોસ્પિટલના ડોકટર, નર્સ સહિતનો સ્ટાફ ફસાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આગ પર કાબુ મેળવવાની સાથે ફસાયેલા લોકોનું રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અડાજણ વિસ્તારમાં આવેલા ઈલેકટ્રોનિકસના શો રૂમ વિજય સેલ્સના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ગ્રાઉન્ડ ફલોર પર આગનો ધુમાડો ફરી વળ્યો હતો. ત્યારબાદ સેકન્ડ ફલોર પર આવેલી આઈ કયૂ હોસ્પિટલમાં ધુમાડો ફેલાવવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે.(૨૧.૨૮)

(4:52 pm IST)