Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

લીયાદનાં સરપંચનાં પુત્ર દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર ચલાવાતો રેતીનો વોશ પ્લાન્ટ ઝડપાયો

લીયાદનાં સરપંચનાં પુત્ર દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર ચલાવાતો રેતીનો વોશ પ્લાન્ટ ઝડપાયો

લીંબડી તાલુકાનાં લીયાદ ગામે પ્રાંત અધિકારીએ પોલીસ ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. લીયાદનાં સરપંચનાં પુત્ર તથા તેના સાથીદારે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી ઉભો કરેલો રેતી વોશ કરવાનો પ્લાન્ટ ઝડપી પાડ્યો હતો. 770 મેટ્રીક ટન રેતી, મશીનરી અને સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

લીંબડી-વઢવાણ તાલુકાનાં ઉઘલ, વડોદ, બલદાણા, લીયાદ, બોડીયા, સૌકા, ઉંટડી, ચોકી, જાખણ, ખંભલાવ, શિયાણી, પાણશીણા સહિતનાં ભોગાવા કાંઠાનાં ગામોની નદીમાં ગેરકાયદેસર રેતી ચોરીનો કાળો કારોબાર ખુલ્લેઆમ અને બેરોકટોક ચાલી રહ્યો હોવાના બુમરાણા ઉઠી રહ્યા છે.

ડે.કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીએ પીએસઆઈ એમ.કે.ઈશરાણી સહિત પોલીસ ટીમને સાથે રાખી લીયાદ ગામે દરોડો પાડયો હતો. લીયાદ ગામનાં સરપંચ મધુબેન માણસુરીયાનો પુત્ર વિપુલ હરજીભાઈ માણસુરીયા અને તેનો સાથીદાર વિજય વાલજીભાઈ દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી ઉભો કરેલો રેતી વોશ કરવાનો પ્લાન્ટ ઝડપાયો હતો

અંદાજે 770 મેટ્રીક ટન રેતી, રેતીનું ખોદકામ કરવાની મશીનરી તથા અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. લીંબડી પોલીસ મથકે મુદ્દામાલ જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે લીંબડીનાં પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકી કહ્યુ કે, 1 વર્ષ સુધી કરેલી રેતી ચોરીનો દંડ વસુલવામાં આવશે. રેતી ચોરો વિપુલ અને વિજય પાસેથી 1 વર્ષમાં અંદાજે 1800 ટ્રેકટર રેતી ચોરીનો દંડ વસુલાશે. સાથે જ સરકારી જમીનમાં કરેલું ગેરકાયદેસરનું ખોદકામ, વીજળી ચોરી સહિતનો દંડ વસુલવામાં આવશે.

(11:03 pm IST)
  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST

  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST