Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પાલનપુર તાલુકાના કાણોદરમાં નજીવી બાબતે ઉશ્કેરાયેલ દિયરે ત્રણ સંતાનની માતા એવી ભાભી પર ધારિયાના ઘા જીકી મોતનેઘાટ ઉતારી દેતા અરેરાટી મચી જવા પામી

પાલનપુર:તાલુકાના કાણોદર ગામે હાઇવે વિસ્તારના ખેતર માં રહેતા અને ગામમાં ગાડીઓને કલર કામ કરતા  બચુજી ધર્માજી ઠાકોરના પત્ની મંગુબેન ઠાકોર અને તેમના દિયર દશરથજી ઠાકોર વચ્ચે મંગળવારની સાંજે દીકરીને ઘર ની બાજુમાં રમવા જવા દેવા જેવી નજીવી બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જે બોલાચાલી ઉગ્ર બનતા તકરાર સર્જાઈ હતી ઉશ્કેરાયેલા દિયર દશરથજીએ પોતાની પાસે રહેલા ધારીયા વડે મંગુબેનના માથાના ભાગ ઉપર હિંસક હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ થવામાં કારણે ત્રણ સંતાનની માતા મંગુબેન નું કરુણ મોત નીપજ્યું હતું જે બાદ ભાભીનો હત્યારો દિયર દશરથ પાલનપુર તાલુકા પોલીસ મથકે હાજર થઈ પોતાના ગુનાની કબૂલાત કરતા પોલીસે આરોપી વિરુદ્ધ  હત્યાનો ગુનો દાખલ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાની લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલીકાણોદરમાં ૨૨ વર્ષીય મહિલાની સગા દીયરે નજીવી બબાતે ધારીયા ના ઘા ઝીકી ને હત્યા કરી દેતા મૃતક મહિલાના બે નાના પુત્ર અને પુત્રીએ પોતાના માથે થી માતા ની છત્રછાયા ગુમાવી દીધી છે.

(5:11 pm IST)