Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

રાજપીપળા બજાર વચ્ચે નસાની હાલતમાં ટ્રક ચલાવતા ચાલકે સફેદ ટાવર પાસે રેલિંગ તોડી:સદનસીબે કોઈને અડફેટે ન લીધા

ટ્રાફિક બ્રિગેડે પોલીસને બોલાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી : જનતાએ ટ્રક નીચે ઉતાર્યો ત્યારે ચાલાક નશામાં બેહોસ જોવા મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  રાજપીપળાના ભરચક વિસ્તારમાંથી ટ્રક લઇ પસાર થતો ચાલક દારૂના નશામાં ધૂત હતો તેને બિલકુલ હોસ નહોતો છતાં જોખમરૂપ ટ્રક ચલાવી સફેદ ટાવર પાસે રેલિંગ પાસેની દીવાલ અને લોકાર્પણ તકતી તોડી નુકસાન કર્યું ત્યારે વાહનોના ભરચક વિસ્તારમાં કેટલાય વાહનો અને રાહદારીઓ ટ્રક ચાલાક થી આબાદ બચી ગયા હતા.

 

       અમદાવાદથી સામાન ભરી મહારાષ્ટ્ર જતો મહારાષ્ટ્ર ના ધુલીયા શિરપુરનો રહીશ ઝુબેર ઝાહીરોદીન શેખ દારૂનો નસામાં ધૂત હોવા છતાં ટ્રક ચલાવી રાજપીપળા શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે સફેદ ટાવર પાસે રેલિંગની દીવાલનો એક ભાગ તોડી નાખ્યો જો લોકોએ બૂમો ના પાડી હોત તો હાઈમાસ્ટર ટાવર તોડી નાખત તો કદાચ મોટી દુર્ઘટના સર્જાત અને એકાદ ને અડફેટે લઇ પણ લઈ લેતો જોકે સ્થાનિક રાહદારીઓએ તેને નીચે ઉતારી બાજુમાં બેસાડી બાદ અન્ય એક રાહદારીએ ટ્રક સાઈડ પર મૂકી સ્થાનિક ટ્રાફિક બ્રિગેડે પોલીસને જાણ કરી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:29 pm IST)