Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ઠાસરાના કોટલીંડોરામાં સ્થાનિક લોકોએ દેશી વિદેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી દારૂની ભઠ્ઠીઓ નાશ કરી

ઠાસરા:તાલુકાના કોટલીંડોરા ગામે સ્થાનિક લોકો દેશી-વિદેશી દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરી છે.રેડ કરી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો.દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા વ્યક્તિઓ પાસે લખાવી લેવામાં આવ્યુ છે કે પછી દારૂ ગાળીશુ નહી,વેચીશુ નહી તેવુ સંમતિ પત્ર ગ્રામજનો દ્વારા લખાવી લેવામાં આવ્યુ છે.

ઠાસરા તાલુકાનુ કોટલીંડોરા ગામ ડાકોર પોલીસ મથકના હદમાં આવે છે. ઉપરાંત ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન ચાવડાનુ ગામ છે. ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દેશી-વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાથી યુવાઘન દારૂના રવાડે ચડી રહ્યુ હતુ.પોતે અને પોતાના કુંટુબના સભ્યોને પણ આર્થીક રીતે પાયમાલ થતા જોવામાં આવતા હતા.દારૂનુ વ્યસન કરનારની પત્ની,બાળકો,કુંટુબીજનોને સમાજને ખોખલુ કરી નાખે છે.દારૂના વ્યસન થી શારીરિક,માનસિંક,આર્થીકથી કુંટુબો પાયમાલ થઇ રહ્યા હતા. બનાવ અંગે પોલીસને ફોન કરો એટલે રેડ પાડે પછી થોડા દિવસો પછી યથાવત થઇ જતા હોવાનુ ગામના યુવાનોએ જણાવ્યુ હતુ.

(5:58 pm IST)