Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સુરતના ભાટિયા ટોલનાકા નજીક શહેરના ડોકટરના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી 2હજાર રૂપિયા કપાઈ જતા હિસાબ મેળવવાના નામે ઝીરો કામગીરી

સુરત: શહેરમાં ભાટીયા ટોલનાકા પર સ્થાનિકોને સંપૂર્ણ મુકિત માટે ચાલી રહેલી લડત વચ્ચે દરરોજ ભાટીયા ટોલનાકા પરથી અવર જવર કરનારા શહેરના ડૉક્ટર પાસે ડેઇલી પાસ હોવા છતાં ફાસ્ટેગના એકાઉન્ટમાંથી રૃ.2000 કપાઇ ગયા પછી તેનો કોઇ હિસાબ મળતો નથી.

પલસાણા રોડના ભાટીયા ટોલનાકા પર કેશની બે લાઇન કરી દેવાતા અવર જવર કરનારાઓ સ્થાનિકોને ઘણી રાહત થઇ ગઇ છે. પરંતુ જેઓ દરરોજના અવરજવર કરે છે અને ફાસ્ટેેગ ધરાવે છે તેમના માટે ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના ઘોડેદોડ રોડ પર રહેતા ઓર્થોપેડીક સર્જન ડૉ.ઓજસ પાસવાલા બારડોલીમાં પણ પ્રેક્ટીસ કરતા હોવાથી દરરોજ ભાટીયા ટોલનાકા પરથી પસાર થાય છે. દરરોજ અવરજવર કરવાની હોવાથી ડેઇલી પાસ કઢાવી લીધો છે. તા.૩૧ મી જાન્યુઆરીએ પાસ રિન્યુ કરાવવાનો હતોતે વખતે તેમણે ફાસ્ટેગના એકાઉન્ટમાં રૃ.2000 જમા કરાવી દીધા હતા. રૃપિયા જમા કરાવી દીધા બાદ એકાઉન્ટમાં જમા થયા નથી. અંગે તેમણે છેલ્લા પંદર દિવસમાં ફાસ્ટેગ કંપનીમાં 10થી વધુ ફોન કર્યા છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ જયારે પણ ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે. ત્યારે જે રકમ કપાઇ છે તેના મેસેજ આવે છે. પરંતુ રૃ.2000 કપાયા તેનો કોઇ મેસેજ કે હિસાબ આવ્યો નથી. આમ ફાસ્ટેગના એકાઉન્ટમાં વધારે રૃપિયા જમા કરાવતા પહેલા પણ ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

(5:58 pm IST)