Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

વડોદરામાં રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના સામાન તફડાવતી ટોળકી સક્રિય:ટ્રેનમાં ચડતી મહિલાની હેન્ડબેગની ચેન ખોલી ગઠિયો દાગીના સહીત રોકડ તફડાવી છૂમંતર......

વડોદરા: શહેરમાં રેલવે સ્ટેશન પરથી ઉપડતી ટ્રેનોના પ્રવાસીઓનો સામાન તફડાવતી ટોળકી સક્રિય થઇ છે. નવજીવન એકસપ્રેસ ટ્રેનમાં ચડતી મહિલાની હેન્ડબેગની ચેન ખોલી ગઠિયો દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયો  હતો.

અંગેની વિગત એવી છે કે જલગાંવમાં આનંદનગર વિસ્તારના બોડવડ ખાતે રહેતા ગોપાલ શ્રીકિશન સોનવણે પત્ની સાથે વડોદરા આવ્યા  હતાં. દરમિયાન વડોદરાથી પરત જલગાંવ જવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર આવીને ઉપડતી નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરવા ટિકિટ મેળવી પ્લેટફોર્મ પર આવ્યા હતાં. ટ્રેન પ્લેટફોર્મ પર આવતા પાછળના જનરલ ડબ્બામાં ગોપાલભાઇ અને તેમના પત્ની  ચડતા હતાં.

દરમિયાન ગોપાલભાઇના પત્નીના ખભા પર ભેરવેલ હેન્ડબેગની ચેન ખોલી કોઇ ગઠિયો સોનાનું મંગળસૂત્ર, રોકડ મળી રૃા.૫૦૩૨૦ની મત્તા ઉઠાવી ગયો  હતો. ભીડનો લાભ લઇ ગઠિયાએ કરેલી ચોરી અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(5:55 pm IST)