Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ડો.ઇન્દુ રાવ આઉટ સ્ટેન્ડીંગ સીનીયર ફેકલ્ટી એવોર્ડથી વિભુષીત થયા

વર્લ્ડ એજયુકેશન સુમીટમાં ગુજરાતની આન-બાન-શાન વધારી

વર્લ્ડ એજયુકેશન સેમીનારમાં એવોર્ડ મેળવ્યા બાદ પ્રતિભાવ આપતા  ડો.ઇન્દુબેન રાવ

રાજકોટ, તા., ૨૪: ગુજરાતના હિરા ઉદ્યોગ વિષે બબ્બે વખત વિદેશમાંથી પીએચડીની ડીગ્રી હાંસલ કરવા સાથે અભ્યાસપુર્ણ પુસ્તકો લખનાર ડો.ઇન્દુબેન રાવે વધુ એક વખત ગુજરાતની આન-બાન-શાનને વિદેશી ધરતી પર વધારી છે.

હૈદ્રાબાદ ખાતે યોજાયેલી વર્લ્ડ એજયુકેશન સુમીટ-ર૦ર૦માં ડો.ઇન્દુ રાવે  આઉટ સ્ટેન્ડીંગ સીનીયર ફેકલ્ટી એવોર્ડ મેળવ્યો છે. તેઓએ પોતાના અભ્યાસપુર્ણ વકતવ્યથી શિક્ષણના સંશોધનકારોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓનું ડીજીટલ પ્રેઝન્ટેશન પણ રજુ થયેલું જેને પણ શિક્ષણ જગતના મહાનુભાવોએ આવકાર્યુ હતું. એજયુકેશનનો બહોળો અનુભવ ધરાવતા ગુજરાતના ડો.ઇન્દુબેન રાવ રાજયના એડીશ્નલ ડીજીપી કક્ષાના સીનીયર આઇપીએસ અને ગુજરાતના જેલવડા ડો.કે.એલ.એન.રાવના ધર્મપત્ની છે.

(1:15 pm IST)