Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજપીપળા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંગીકાર અભિયાન હેઠળ ૧૦૮ રોપાનું વિતરણ કરાયું

૨૬ જાન્યુઆરીએ આવાસ યોજનાના લાભાર્થીઓ પાલીકા કચેરી ખાતે શપથ ગ્રહણ કરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સુરત પ્રાદેશિક કમિશ્નર,નગરપાલિકાઓના માર્ગદર્શન હેઠળ રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં અંગીકાર અભિયાન હેઠળ નિબંધ સ્પર્ધા,તથા છોડ વિતરણ જેવા કાર્યક્રમો કરવાના હોય રાજપીપળા નગર પાલીકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાની સૂચના મુજબ તારીખ ૨૪ મી જાન્યુઆરીએ રાજપીપળામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૦૮ જેવા લાભાર્થીઓને પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટના હસ્તે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ આગામી ૨૬ મી જાન્યુઆરી ૭૧ માં પ્રજાસત્તાક દીને પાલીકા કચેરી ખાતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પાલિકા સત્તધીશોની હાજરીમાં આ લાભાર્થીઓને સ્વચ્છતાના શપથ પણ લેવડાવાશે.

(6:15 pm IST)