Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ધોળી ઘટાડા ગામે કાકી અને કૌટુંબિક ભત્રીજાએ પ્રેમમાં અંધ બનીને કાકાને મોતને ઘાટ ઉતારીને લાશ કુવામાં ફેંકી દીધી

મહીસાગર: જિલ્લાના વિરપુર તાલુકાના ધોળી ઘટાડા ગામે કાકી અને કુટુંબીક ભત્રીજા વચ્ચે પ્રેમ સંબંધમાં પાંખડાં બનેલા બંને પ્રેમિયોએ મળીને વહેલી સવારે કીમિયો રચી કાકાને મોતને ઘાટ ઉતારી લાશને કૂવામાં નાખી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ મથકની હદમાં આવેલા ઘોળી ઘાટડા ગામના કાંતિભાઈ ભૂરાભાઈ તલાર તેમની પત્ની કમળા તેમજ પુત્રી સોનલ અને પુત્ર સુમિત તેમજ નાનો પુત્ર સાહિલ  પરિવાર સાથે રહેતા હતા. જેમાં કાંતિભાઈ સુરત ખાતે ખાનગી કંમ્પનીમાં નોકરી કરતા હોઇ છેલ્લા એકાદ માસથી વતન ધોળી ખાતે આવેલ હતા, પરંતુ કાંતિભાઈ જોડે તેમની પત્નીનું વર્તન સારું લાગતું ન હતું તેમને આજુબાજુમાં રહેતા.

પાડોશીઓ દ્વારા તેમના કુટુંબી ભત્રીજા વિજય અને કાંતિભાઈની પત્નીને આડા સંબંધની જાણ થતાં કાંતિભાઈએ વિજયને સમજાવેલ કે કમળા તારી કાકી થાય છે અને તું આ બધું છોડી દે. જે બાબતે વિજય અને કાંતિભાઈની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ  થઈ હતી. કાંતિભાઈને હું કમળા જોડે સંબંધ રાખીશ અને અમારા સંબંધમાં આડે આવીશ તો તું નહીં કે હું નહીં તેવી ધમકી આપતો હતો. જ્યારે 16 તારીખે વહેલી  સવારથી કાંતિભાઈ ગુમ થયા હતા. પરિવારજનો દવારા કાંતિભાઈની તેમજ સગાંવહાલાં તેમજ સુરત કંપનીમાં તપાસ કરેલ પરંતુ કોઈ જગ્યાએ કાંતિભાઈનો પતો ના મળતા કાંતિભાઈની પત્ની કમળા કાંતિભાઈના ગુમ થવા બાબતે કાઈ પણ ન કહેતા. પરિવારજનોને કમળા પર શંકા ગઈ હતી અને પરિવાર જનોએ કમળાની કડકાઈથી પુછપરછ કરી ત્યાં કમળાએ કબુલ્યું હતું કે મેં અને વિજયે મળી ને 16 તારીખે વહેલી સવારે કુદરતી હાજતે જવું છે. મને ડર લાગે છે કહી કાંતિભાઈને વહેલી સવારે  ખેતરમાં લઇ જઇ કમળા અને હાજર વિજયએ કીમિયો રચીને ભેગા મળી માથામાં ફટકો મારી મોતને ઘાટ ઉતારી ઘરની નજીક કુવામાં નાખી દીધા હોવાનું કબુલ્યું હતું.

કમળા અને વિજયએ કીમિયો રચી વહેલી સવારે ઘરથી થોડેજ દૂર આવેલ ખેતરમાં લઇ જઈને કાન્તિભાઈને માર મારી ગળે ટુપ્પો દઈ હત્યા કર્યા બાદ લાશને સગવગે કરવા કમળા અને પ્રેમી વિજય બંને મળીને લાશને ઠસડીને થોડે દૂર આવેલા કુવામાં ફેંકી દીધી હતી. જોકે વહેલી સવારે છોકરાઓને પિતા પાસે સુવડાવી કમળા અને તેના પતિ કાન્તિભાઈ બંને ખેતરમાં ગયા હતા, પરંતુ ઘરે વળતા કમળા એકલીજ ઘરે પાછી આવી હતી.જેથી કાંતિભાઈના પિતાએ કમળાને પૂછ્યું કે કાન્તિ કઈ ગયો ત્યારે કમળાએ ગલ્લા તલ્લાં કરતા સમગ્ર મામલો દબાવી દેવા તેને કાન્તિ સુરત નોકરી ગયા હોવાનું બાનું બતાવી દીધું હતું. પરંતુ પરિવારજનોને શંકા કુશંકાના કારણે કુટુંબીજનો તેમજ સુરત જ્યાં નોકરી જાય છે ત્યાં તપાસ કરી પરંતુ ત્યાં પણ કાંતિભાઈ મળી ન આવ્યા હતા. આખરે પરિવારજનોએ કડકાઈથી કમળાને પૂછતાંછ કરી તો વિજયે અને મેં મળીને કાન્તિની હત્યા કરી હોવાની કબૂલાત કરતા આખીય ઘટના બહાર આવી હતી. જોકે વીરપુર પોલીસે આ બંને પ્રેમી ની હત્યા ના ગુના માં  ધરપકડ કરી જેલ ના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

(4:38 pm IST)