Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

સોજીત્રા તાલુકાના દેવાવાંટા ગામ નજીક ખાબોચિયામાં ભરાયેલ પાણી ઉડવાની બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

સોજીત્રા :તાલુકાના દેવાવાંટા ગામના તળાવ નજીક ખાબોચિયામાં ભરાયેલું પાણી ગાડી પડવાને કારણે ઉડવાની બાબતે લકુમ અને મહિડા પરિવારો વચ્ચે મારામારી થતાં દશથી વધુને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જો કે બન્ને પક્ષે મહિલાઓના બ્લાઉઝ ફાડીને આબરૂ લેવાના પ્રયાસો કર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

આ અંગે અર્જુનસિંહ દિલીપસિંહ લકુમે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ગઈકાલે સાંજમા સાડા ચારેક વાગ્યાના સુમારે પોતાની ઈકો કાર લઈને તળાવ નજીકથી જતા હતા ત્યારે રસ્તામાં પાણીના ભરાયેલા ખાબોચિયામાં કારનું ટાયર પડતાં પાણીના છાંટા ભરતસિંહ મહિડાને ઉડ્યા હતા. જે બાબતે તેઓએ ઝઘડો કર્યો હતો અને જોતજોતામાં તેમનું ઉપરાણુ લઈને કિરપાલસિંહ ભરતસિંહ મહિડા, દશરથસિંહ મેલુભાઈ મહિડા, મુળરાજસિંહ મેલુભાઈ મહિડા, નરેન્દ્રસિંહ મહિપતસિંહ મહિડા, અક્ષયસિંહ નરેન્દ્રસિંહ મહિડા અને રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજાભાઈ ખોડસિંહ મહિડા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને અર્જુનસિંહ અને તેમના પરિવારના સભ્યો નરેન્દ્રસિંહ, ભરતસિંહ, પૃથ્વીરાજસિંહ, રાજેન્દ્રસિંહ, જયદિપસિંહને માર માર્યો હતો. મનિષાબેન વચ્ચે પડતાં તેણીને માથાના ભાગે લાકડી મારીને ભરતસિંહે ઝપાઝપી કરી બ્લાઉઝ ફાડી નાંખીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:19 pm IST)