Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ઘુંટણના સાંધાના ઘસારામાં આધુનિક યુનિકોન્ડીલરની રિપ્લેસમેન્ટ આશીર્વાદરૂપ

(કેતન ખત્રી) અમદાવાદ, તા. ર૩: ઘુંટણના ઘસારાની વિવિધ સારવાર કરવા છતાં લાભ ન થાય અને વ્યકિતને બેસવા-ઉંઠવા અને ચાલવામાં તકલીફ ઉંભી થાય ત્યારે ટોટલની-રિપ્લેસમેન્ટ (ટીકેઆર) સર્જરીની સલાહ ડોકટર આપતાં હોય છે. પરંતુ, દરેક દર્દીને ટોટલની-રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર હોતી નથી, તેવા લોકો માત્ર ઘુંટણના સાંધાનો કેટલોક ભાગ બદલાવવાની યુનીકો-ડીલરની-રિપ્લેસમેન્ટ(યુકેઆર) અથવા માઈક્રોપ્લાસ્ટી કરાવીને ઘુંટણની તકલીફમાંથી કાયમી મુક્તિ મેળવી શકે છે.
આ સર્જરીમાં કોઇપણ લીગામેન્ટ કાપવામાં આવતા નથી, જેથી શરીરમાં કોઇ બહારની વસ્તુ નાંખી હોવાનું લાગતું નથી. પરંતુ, ટોટલ ની-રિપ્લેસમેન્ટ સર્જરીમાં એકથી બે લીગામેન્ટ કાઢી નાખવામાં આવે છે. જેથી કારણે ઘુંટણમાં પહેલા જેવો અનુભવ થતો નથી. સાથે ઘુંુંટણની
સર્જરી કરાવતા પહેલાં ઘુંટણની આંતરિક રચના સમજવી જરૂરી છે. કારણ કે, ઘુંુંટણના ત્રણ ભાગ જેવા કે, અંદરનો ભાગ, બહારનો ભાગ અને આગળ (ઢાંકણી)નો ભાગ મુખ્ય છે. સામાન્ય રીતે ઘુંટણના આ ત્રણ ભાગમાં સૌથી વધુ ઘસારો અંદરના ભાગમાં જોવા મળે છે, જો ઘસારાની અસર બે અથવા ત્રણ ભાગમાં હોય તેવા દર્દી માટેજ ટોટલ ની-રિપ્લેસમેન્ટ સર્જરી જરૂરી હોય છે. જયારે કેટલાક દર્દીઓમાં ઘસારાની અસર માત્ર અંદરના ભાગમાં જ હોય તો યુનીકોન્ડીલર ની-રિપ્લેસમેન્ટ (યુકુઆર) અથવા માઇક્રોપ્લાસ્ટી આશિર્વાદ રૂપ સાબિત થઇ શકે છે.
આ અંગે જોઇન્ટ રિકન્સ્ટ્રકશન સર્જન ડો. સમીર નાણાંવટી જણાવેછે કે, મહિલાઓમાં વધતી ઉંંમરની સાથે ઠમર અને ઘુંટણ તેમજ પુરુષોમાં હ્દયની તકલીફ વધુ જોવા મળે છે. જે લોકો પોતાની તકલીફનું તાત્કાલિક નિદાન અને સારવાર કરાવે છે, તેમજ સાથોસાથ કસરત કરે છે તેઓ ઝડપથી પોતાની તકલીફમાંથી બહાર આવી જય છે. આ સર્જરીમાં કોઈ લીગામેન્ટ કાપવામાં આવતા નથી. તેમજ ઘુંટણના ખરાબ થયેલો ભાગ જ કઢાતો હોવાથી આખો ઘુંટણનો સાંધો બદલવો પડતો નથી.

 

(2:45 pm IST)