Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

SGVP ની હોલિસ્ટિક હૉસ્પિટલના આયુર્વેદ વિભાગને NABHનું એક્રેડીટેશન પ્રાપ્ત થયું


શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ચવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

ખાસ કરીને SGVP હોલિસ્ટિક હૉસ્પિટલ દ્વારા દર્દીઓને આયુર્વેદની ઉત્તમ સારવાર આપવામાં આવે છે. પંચકમં પદ્ધત્તિથી મળતી સારવાર દર્દીઓને ખૂબ ફાયદાકાર નીવડે છે. ત્યારે SGVP હોલિસ્ટિક હોસ્પિટલને ઉત્તમ પ્રકારની સુવિધા, સ્વચ્છતા, વૈધોની આવડત વગેરે અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને National accreditation board and health care providers- NABH  નું પડતું સર્ટીફિકેટ પ્રાપ્ત થયું છે.

આ સર્ટીફિકેટ પ્રા થયા પછી દર્દીઓને NABH ના નિયમો પ્રમાણે અનેક ફાયદાઓ પ્રાપ્ત થાય છે તથા ઉત્તમ સુવિધાઓ સાથે સારવાર પણ પ્રાપ્ત થાય છે.

હોસ્પિટલને આ સિદ્ધ પ્રાત થવાથી સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ હોસ્પિટલના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

 

(12:07 pm IST)