Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

હેડ કલાર્ક પેપરલીક કાંડમાં અસિત વોરા સામે કાવતરાની ફરિયાદ દાખલ કરોઃ ગુલાબસિંહ યાદવ

અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના પ્રભારીનો આક્રોશ

અમદાવાદઃ ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવે અસિત વોરા સામે ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરી છે. ગુલાબસિંહ યાદવે આજે મીડિયા સાથે વાતચીત કરી હતી અને આપના નેતાઓની ધરપકડને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડને લઈ આપ ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ દોડી આવ્યા હતા અને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

ગુલાબસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ વિશે વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે અસિત વોરા સામે કેમ કાવતરા હેઠળ ફરિયાદ ન કરી.તેમણે કહ્યું હતું કે, પેપર લિકમાં અસિત વોરા સામે ગુનો દાખલ કરવામાં આવે, અસિત વોરાએ રાજીનામું આપવું જોઈએ.ભાજપના સીઆર પાટીલનો અસિત વોરા પર હાથ છે. આજથી અમે કલેક્ટર ઓફિસ બહાર બેસીશું.આજથી હું અને મહેશભાઈ સવાણી અન્ન ત્યાગ કરીએ છીએ.કોંગ્રેસ તો મૂકદર્શક બની ગઈ છે.

હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા. તેમજ યુવાનોને વળતર ચુકવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ તથા મહેશ સવાણી આજથી આમરણાંત ઉપવાસ પર બેસસે તેવી જાહેરાત કરી છે. ગુલાબસિંહે કહ્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે ગુજરાત સરકારના તમામ નિર્ણયો સુપર સીએમ તરીકે સી. આર. પાટીલ જ છે. આમ આદમી પાર્ટીની ગુજરાતના યુવાધન માટે આ માંગણી સુપર સી.એમ. પાટીલ સામે જ છે. ગુજરાતની જનતા એ પણ જાણે છે કે ગુજરાતમાં સી.આર. પાટીલના શાસન હેઠળ ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે.

તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જ લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલા પેપર-લિક કૌભાંડના પકડાયેલા આરોપીઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અગાઉ થયેલા કૌભાંડો પણ ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પેપર ફૂટવાની આ લગભગ નવમી ઘટના છે. પાટીલે તો જાહેરમાં એવું નિવેદન આપ્યું જ છે કે ભાજપના કાર્યકર્તાઓને જ નોકરી મળવી જોઈએ, તો તમારા હાથ હેઠળ આવા કૌભાંડો થાય એમાં નવાઈ શું?

કમલમ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપની મહિલાઓ અને કાર્યકરોને આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા માર મારવામાં આવ્યા અને છેડતી કરી હોવાના તથા અન્ય આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે 65 પુરુષ અને 28 મહિલાઓ એમ કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મહિલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

(5:45 pm IST)