Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

સુરતમાં 170 દિવસ બાદ કોરોનાથી એક મોત :ફરી એક વખત સુરતીઓ માટે ખતરાની ઘંટડી

આઝાદ નગરમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મોત થતા આરોગ્ય વિભાગ દોડતું

સુરતમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થતા લોકોમાં ફરી એકવાર ભય ફેલાયો છે,. ઓમિક્રોનના છેલ્લા કેટલાક દિવસથી કેસો વધતા જઈ રહ્યા છે. આઝાદ નગરમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધનું આજે કોરોનાને કારણે મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વૃદ્ધ છેલ્લા છ દિવસથી કોરોનાની સારવાર સિવિલિ હોસ્પિટલમાં લઈ રહ્યા હતા.

સુરતમાં ફરી એકવાર ખતરાની ઘંટી વાગતી જોવા મળી રહી છે. છેલ્લા 5 જુલાઇના દિવસે કોરોના વાયરસના કારણે સુરતમાં મોત થયું હતું.જો કે, 170 દિવસ બાદ મોત થતાં ફરી એક વખત સુરત શહેર માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે.

જે વૃદ્ધનું મોત થયું છે તેઓ છેલ્લા છ દિવસથી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જો કે, સિવિલમાં સારવાર પહેલાં તેઓ ખાનગી હોસ્પિટલની અંદર સારવાર લઈ ચૂક્યા છે. કોરોનાની સાથે સાથે મલ્ટીપલ ઓર્ગન પણ તેમની બીમારી સામે આવી છે. મહત્વની બાબત એ છે કે કોરોનાના કારણે મરણ જનાર વ્યક્તિએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો ન હતો. તેઓ ફેફસાની અને અને હૃદયની બીમારીથી પણ તેઓ પીડાતા હતા. લાંબા સમય બાદ કોરોના ને કારણે મોત તથા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વિશેષ કરીને અઠવા વિસ્તારની અંદર પણ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. પહેલા એક બે કેસો નોંધાતા હતા. છૂટા-છવાયા પરંતુ આજે 16 જેટલા કેસો નોંધાયા છે. શહેરમાં હવે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના માટેની જે સરકારની જે ગાઈડલાઈન છે તેનો પણ સતત ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે.

(10:12 pm IST)