Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ગાંધીનગરમાં સે-17માં પૂરપાટ ઝડપે જતી સરકારી કારે યુવાનની કારને હડફેટે લેતા એક યુવાને ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ગાંધીનગર: શહેરમાં છેલ્લા થોડા દિવસથી અકસ્માતની ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી રહી છે. શહેરના પહોળા માર્ગો ઉપર વાહનચાલકો રોકેટગતિએ વાહન હંકારી રહયા છે જેના કારણે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ત્યારે ગઈકાલે -રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં સે-૧૭ના યુવાનનું મોત નીપજયું છે. ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે સે-૧૭ જુના એમએલએ કવાર્ટરમાં બ્લોક નં.૭પ/ ખાતે રહેતો યુવાન વિજય અશોકભાઈ પરમાર ગઈકાલે સાંજના સમયે શોપીંગે દુધ લેવા ગયો હતો અને સમયે સે-૧૭માં બ્લોક નં.૩૩/ -ટાઈપ ખાતે રહેતો તેનો મિત્ર જયદીપ ભરતભાઈ પરમાર મળ્યો હતો. જેથી વિજયની કારમાં બન્ને મિત્રો -રોડ ઉપર આંટો મારવા નીકળ્યા હતા. સરકીટ હાઉસથી સચિવાલયના ગેટ નં.૩ના કટે કાર યુટર્ન લઈ રહયા હતા તે સમયે - તરફથી આવતી કારે વિજયની કારને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે કાર પલ્ટી ખાઈને રોડસાઈડમાં ઘુસી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં જયદીપ કારની બહાર ફેંકાઈ ગયો હતો અને શરીરે ગંભીર ઈજાઓના કારણે તેનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. વિજય કારમાં દબાઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિજયને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે વિજયની ફરિયાદના આધારે સે-ર૧ પોલીસે સરકારી કાર નં.જીજે-૦૧-જીએ-૫૯૦૦ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:37 pm IST)