Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વડોદરાના વરણામાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ દહેજ પેટે 10 લાખ માંગી વધુ પાંચ લાખની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:વરણામાની મૂળ રહીશ પરંતુ હાલ માણેજા ખાતે રહેતી યુવાન પરિણીતા સાથે પ્રેમલગ્ન કરી દહેજ પેટે રૃા.૧૦ લાખ મકાન માટે લીધા બાદ વધુ રૃા. લાખ નહી આપતા પતિએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.

અંગેની વિગત એવી છે કે માણેજા ખાતે ફેગ કંપની પાછળ ક્રિષ્ણાવાટીકા સોસાયટીમાં રહેતા જયેન્દ્ર નગીનભાઇ અમીનની પુત્રી ભાવિતાએ વરણામાના ઇંટોલીયા વગામાં રહેતા ચિંતન ઘનશ્યામ પટેલની સાથે મે -૨૦૦૬માં પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ ચિંતન પત્ની ભાવિતા સાથે વડોદરાના માણેજા વિસ્તારમાં શિવાલય સોસાયટીમાં રહેવા માટે આવ્યો હતો. લગ્ન બાદ ભાવિતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.

લગ્નના ચાર વર્ષ બાદ પતિએ આખા મહિનાના ઘર ખર્ચ માટે માત્ર રૃા. હજાર આપવાનું શરૃ કર્યું હતું અને જો વધારે પૈસાની માંગણી કરે તો તું કશું દહેજ લાવી નથી મને તારો ખર્ચ પોષાય તેમ નથી તેમ કહી ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. ચિંતને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી મારે મકાન ખરીદવું છે તેમ કહી રૃા.૧૦ લાખની માંગણી કરી હતી. ચિંતનની માંગણી બાદ ભાવિતાના પિતાએ ચેકથી ચિંતનને રૃા.૧૦ લાખ આપ્યા હતાં અને પૈસાથી ક્રિષ્ણાવાટિકામાં ચિંતને પોતાના નામે મકાન લીધું હતું. થોડા દિવસો બાદ ચિંતને ફરી રૃા. લાખની માંગણી કરતા ભાવિતાના પિતાએ મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી તેમ કહેતા ચિંતને ફરી ભાવિતા પર ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતું. ત્રણ મહિના પહેલા ચિંતને ઘરમાં ઝગડો કરી ભાવિતાને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતા પિયર આવી ગઇ હતી. અંગે આખરે ભાવિતાએ પતિ ચિંતન સામે વરણામા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(5:34 pm IST)