Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વડોદરાની હોટલમાં પોલીસના દરોડા: બાતમીના આધારે ઓનલાઇન રજીસ્ટ્રેશન ના કરી મુસાફરની માહિતી છુપાવનાર ત્રણ મેનેજરની ધરપકડ

વડોદરા:શહેરની હોટલોમાં આશ્રય લેતાં મુસાફરોની માહિતી પોલીસને મળી રહે તે માટે પોલીસે તમામ હોટલ લોજ ગેસ્ટહાઉસ વિગેરેમાં રિસેપ્શન કાઉન્ટર ઉપરના કોમ્પ્યુટરમાં પથિક સોફ્ટવેર રાખી મુસાફરોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાં પણ છેલ્લા એક મહિનાથી એક પણ મુસાફરની ઓનલાઇન રજીસ્ટ્રેશન ના કરી માહિતી છુપાવવા બદલ ત્રણ  હોટલના મેનેજરની પોલીસે જાહેરનામાના ભંગ બદલ હેઠળ ધરપકડ કરી હતી.

અસામાજિક તત્વો પોલીસથી બચવા હોટલોમાં આશરો મેળવતા હોય છે. જેથી સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે એસ..જી પોલીસ સતત કાર્યરત છે અને વડોદરા શહેરમાં મુસાફરોને રહેવાની સગવડ પૂરી પાડતા હોટલ, લોજ, ગેસ્ટહાઉસ વગેરેના સંચાલક તથા જવાબદાર વ્યક્તિએ રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટવાળું કોમ્પ્યુટરમાં પોલીસ દ્વારા આપવામાં આવેલ પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવી રજીસ્ટરમાં થતી એન્ટ્રીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે અને તે અંતર્ગત જાહેરનામું પણ બહાર પાડ્યું છે. પરંતુ હજુ પણ કેટલીક હોટલ ગેસ્ટ હાઉસ અને લોજમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. એસ..જી પોલીસે મંગળવારે અંગે ચેકિંગ હાથ ધરતા વધુ ત્રણ સંચાલકોની બેદરકારી સામે આવી છે. જેતલપુર રોડ ઉપર હિમાલયા કેન્સર હોસ્પિટલની બાજુમાં આવેલી વેરોનિકા હોટલ ખાતે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન કાઉન્ટર પર રાખવામાં આવેલા કમ્પ્યુટરમાં છેલ્લા એક મહિનાથી સોફ્ટવેરમાં કોઈપણ પ્રકારની નોંધણી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે હોટલ મેનેજર કલ્પેશ ભાઈ બારીયા ( રહે -સાઇનાથ પાર્ક સોસાયટી ,ગોત્રી રોડ, વડોદરા) વિરુદ્ધ જીપીએ 131 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:32 pm IST)