Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમદાવાદ મનપાદ્વારા જીવરાજપાર્ક-વેજલપુરમાં ત્રીજા માળે બાંધવામાં આવેલ ત્રણ ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી

અમદાવાદ: મ્યુનિ.ના દક્ષિણપશ્ચિમ ઝોનના ટીડીઓ - એસ્ટેટ ખાતાની ટીમ દ્વારા આજે જીવરાજપાર્ક-વેજલપુરમાં ત્રીજા માળે ગેરકાયદે બંધાઇ ગયેલી 9 નવી દુકાનોને પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવામાં આવી છે. 132 ફુટના રીંગ રોડ નજીક, જીવરાજપાર્ક પોલીસ ચોકી પાછળ, એન.કે. સ્કુલ પાસે ગેરકાયદે બાંધકામ થઇ ગયું હતું.

કોમર્શીયલ કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના જુના બાંધકામ ઉપર સેકન્ડ ફ્લોરે 2399 ચો.ફુટમાં 9 દુકાનો બાંધી દેવામાં આવી હતી. મ્યુનિ. નોટિસ આપી હોવા છતાં તેને અવગણીને બાંધકામ પૂર્ણ કરી દેવાયું હતું. જો કે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર જુના છે, એટલું ટીડીડીઓવાળા કહે છે. તે કાયદેસર છે કે નહીં તેની પણ પુરેપુરી માહિતી તેમની પાસે નથી.

ઉપરાંત પૂર્વઝોનના ટીડીઓના કાફલાએ ગોમતીપુરમાં લાલમીલ સર્કલથી કલંદરી મસ્જીદ સુધીના 18.30 મીટર ટીપી રોડ પર થઇ ગયેલાં દબાણો હટાવ્યા હતાં. જેમાં પાંચ શેડ, 40 ઓટલા, 25 ક્રોસવોલ, 15 રેમ્પ, 2 ભંગાર ઓટોરીક્ષા સહીતના દબાણો હટાવી દેવાયા છે.

(5:32 pm IST)