Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજપીપળાના કરજણ બ્રિજ ઉપર તુફાન ગાડીએ રિક્ષાએ પાછળથી ટક્કર મારતા 8 ને ગંભીર ઇજાઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગામના અનિલ અલખામભાઈ વસાવા પોતાની રીક્ષા નં-GJ.22-V-C974 લઈને હિરાપરા ગામે બેસણામાં જતા હતા તે વખતે રાજપીપળાના કરજણ પુલ ઉપર આવતા એક તુફાન ગાડીનો રજી.નંબર MH-30-AT- 02:36 નો ચાલક પોતાની ગાડી પુર ઝડપે હંકારી લાવી ફરીયાદીની ઓટો રીક્ષાને પાછળથી ટક્કર મારી રીક્ષામાં બેઠેલા ભલા ભાઈ ચંદુભાઈ વસાવા,અનસોયાબેન અરવિંદભાઈ વસાવા,અકુબેન રામસીંગભાઈ વસાવા, કોકીલાબેન જેરામભાઈ વસાવા,ગંગાબેન ચંદુભાઈ વસાવા, સુમિત્રા બેન બાબુભાઈ વસાવા,સુબેન મહેન્દ્ર ભાઈ વસાવા તથા મિનાબેન વિષ્ણુભાઈ વસાવાને ઈજાઓ કરી હોય આ બાબતે રાજપીપળા પોલીસે તુફાન ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:14 pm IST)