Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ભારતથી ગાંધીનગરનો હર્ષદ પરમાર નામનો યુવક વિજેતા

જીયોનીના સ્માઇલ સ્કવોડ પ્રોગ્રામમાં વિજેતા : જીયો ઇન્ડિયાના સ્ટેટ હેડ સ્વરૂપ શુકલાએ વિજેતા યુવકને બાઇક ભેટ આપી : જીયોનીનું કેમ્પેઇન ૩૧મી સુધી ચાલુ

અમદાવાદ, તા.૨૩: અગ્રણી સ્માર્ટફોન કંપની જીયોની ઇન્ડિયાના સ્માઇલ સ્કવોડ પ્રોગ્રામમાં ભારતભરમાંથી ગાંધીનગરનો હર્ષદ પરમાર નામનો યુવક પ્રથમ વિજેતા બન્યો હતો. જીયોની ઇન્ડિયાના સ્ટેટ હેડ સ્વરૂપ શુકલા, કુલદીપ શર્મા સહિતના અધિકારીઓએ ગાંધીનગરના વિજેતા યુવક હર્ષદ પરમારને આજે મોટરસાયકલ એનાયત કરી હતી. ગાંધીનગરના આ વિજેતા યુવકે ન્યુ રોયલ મોબાઇલ રિટેઇલર પબાસેથી જીયોની પીફાઇવ એલની ખરીદી કરી હતી, જેમાં સ્માઇલ સ્કવોડ પ્રોગ્રામ કેમ્પેઇનમાં ગત શનિવારે તેને આ મોટરસાયકલનું ઇનામ લાગ્યું હતું. જીયોની દ્વારા તેના લકી ગ્રાહકો માટે તા.૧૦-૧૨-૨૦૧૭ના રોજ શરૂ કરાયેલું આ કેમ્પેઇન તા.૩૧મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધી ચાલશે, તેથી તેનો મહત્તમ લાભ લેવા જીયોની ઇન્ડિયાના સ્ટેટ હેડ સ્વરૂપ શુકલાએ ગ્રાહકોને અનુરોધ કર્યો હતો. તેમણે જીયોનીના કેમ્પેઇન અને ઇનામી ઓફરોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, નવા જીયોનીની ખરીદી પર તમામ નવા અને વર્તમાન ગ્રાહકોને થાઇલેન્ડની કપલ ટ્રીપ અને બ્રાન્ડ ન્યુ બાઇક્સ સહિતના બમ્પર ઇનામો જીતવાની તક મળશે. તદુપરાંત, ગ્રાહકો સ્ક્રેચ કાર્ સાથે રૂ.૫૦૦ની એશ્યોર્ડ ડિસ્કાઉન્ટ કુપર પણ મેળવશે, જે તેઓ આગામી ખરીદી પર રિડિમ કરી શકશે. આ સિવાય ગ્રાહકોને સોનાના સિક્કા, જીયોની સ્માર્ટફોન એકની સાથે એક ફ્રી જેવી આકર્ષક ગીફ્ટ જીતવાની પણ ઉજળી તકો રહેલી છે. જીયોની ઇન્ડિયાના સ્ટેટ હેડ સ્વરૂપ શુકલા અને કુલદીપ શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, જીયોનીના સ્ક્રેચ કાર્ડ સંખ્યાબંધ નાણાંકીય લાભ આપે છે, જેમ કે, ગ્રાહકો જીયોનીના તમામ મોડલની ખરીદી પર રૂ.૫૦૦નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે અને તે કૂપન તા.૩૧મી માર્ચ,૨૦૧૮ સુધીમાં રિડિમ કરાવવાની રહેશે. ઉપરાંત ગ્રાહકોને પાંચ ગ્રામ સોનાનો સિક્કો અને વિનામૂલ્યે જીયોની સ્માર્ટફોન જીતવાની તક પ્રાપ્ય છે. જો કે, બમ્પર પ્રાઇઝ મેળવવા માટે ગ્રાહકોએ જીયોનીની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યનિક આઇડી મેળવીને સ્પીન ધ વ્હીલ ગેમ રમવાની રહેશે. એ પછી તેઓ સ્માઇલ સ્કવોડના સ્ટાર બની શકે છે. આ સ્પર્ધાના વિજેતાને ઇમેલ કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ મારફતે કન્ફર્મેશન આપવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જીયોની સ્માઇલ સ્કવોડ એ જીયોની યુઝર્સની વિશેષ કમ્યુનિટિ છે. આ કમ્યુનિટિની રચના કરવાનો એકમાત્ર ઉદેશ્ય આકર્ષક ગુડી અને ગીફ્ટ્સ સાથે તમામ ગ્રાહકોના ચહેરા પર સ્મિત લાવવાનો અને તેમના જીવનને જીયોનીના સંબંધો સાથે સમૃધ્ધ બનાવવાનો છે.  

(8:01 pm IST)