Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ખેડા નજીક બે જુદા-જુદા અકસ્માતમાં બેની હાલત ગંભીર

ખેડા:જિલ્લામાં બે અક્સ્માતમાં બે વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ કઠલાલ નજીક નડિયાદ રોડ ઉપર પોલીસ સ્ટેશનની બાજુમાંથી મહેશભાઈ છોટુભાઈ ગોહેલના સંબંધી ચાલતા જતાં હતા. તે વખતે મોટર સાયકલ નં. જીજે-૦૭ સીએલ-૨૩૫૩ ના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહેશભાઇને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે દાખલ કર્યા છે. આ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધીે કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં વસોના પરેશભાઈ પોતાની મોટર સાયકલ નં. જીજે-૦૭ બીએફ-૫૦૮૬ લઈને વસો-પલાણા રોડ પરથી પસાર થતાં હતા. તે વખતે સામેથી આવતી મોટર સાયકલ નં.જીજે-૧૭ બીડી-૬૩૯૩ ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પરેશભાઈને ઈજા થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે વસો પોલીસમાં લીલાબેન ભોઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:47 pm IST)