Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

કલોલના રેલવી કોલોનીની જાળી માંથી યુવકનો મૃતદેહ મળી આવતા અરેરાટી

કલોલ:શહેરમાં રેલ્વે કોલોની સામે આવેલી ઝાડીઓમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ થઇ જતા પોલીસે લાશનો કબ્જો તેના વાલી વારસોને સોંપ્યો છે. બિમારીના કારણે યુવકનું મોત નીપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

કલોલમાં રેલ્વે કોલોનીની સામે આવેલી ઝાડીઓમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકો ક્રિકેટ રમતા હતા તે વખતે બોલ ઝાડીઓ બાજુ જતા બોલ લેવા ગયેલા બાળકે લાશ જોઇ બૂમાબૂમ મચાવી હતી. જેથી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. જો કે મૃતકની ઓળખ થઇ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

મૃતક રેલ્વે પૂર્વમાં આવેલા ત્રિકમનગરની બાજુમાં કાચા છાપરામાં રહેતો સંજય ઝીણાભાઇ સલાટ (ઉવ.૩૦) હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે તેના સ્વજનોને જાણ કરી હતી. ત્યારે યુવક બે દિવસથી ગુમ હોવાથી પરીવારજનો પણ તેની શોધખોળ કરી રહ્યા હતા. તે વખતે તેની લાશ રેલ્વેના કંપાઉન્ડમાંથી મળી હતી.

યુવકનું મોત બિમારીના લીધે થયું હોવાનું પોલીસનું અનુમાન છે. રેલ્વે પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી યુવકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી તેનો કબ્જો વાલી વારસોને સંપ્યો હતો.

(6:46 pm IST)