Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

પ્રોહીબીશનના ગુનામાં ફરાર બે આરોપીને ગાંધીનગર એલસીબીની ટીમે ઈંદ્રોલા સર્કલ નજીકથી ઝડપ્યા

ગાંધીનગર:જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે ઈન્દ્રોડા સર્કલ પાસેથી પકડાયેલા દારૃના ગુનામાં એક આરોપી અને ઈન્ફોસીટી  પોલીસ સ્ટેશનના દારૃના ગુનામાં વોન્ટેડ એક આરોપીને ઝડપી પાડયો છે.

ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાઓ બાદ આરોપીઓ હાથમાં આવતા નથી ત્યારે આવા સંજોગોમાં ગાંધીનગર એલસીબી દ્વારા ટીમોને સક્રિય કરી આવા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિતે સ્ટાફના માણસોને તાકીદ કરી વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હતી.

ત્યારે શહેર નજીક આવેલા ઈન્દ્રોડા સર્કલ પાસેથી બે મહિના અગાઉ પકડાયેલી દારૃ ભરેલી કારના ગુનામાં વોન્ટેડ આરોપી કાંતિલાલ ઉર્ફે રોહિત રતિલાલ સેન રહે.નરોડાને કુડાસણ ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી વિનોદજી મંગાજી ઠાકોરને ઝડપી પાડી ઈન્ફોસીટી પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.

(6:46 pm IST)