Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ડાકોર રોડ નજીક સીમમાં ટ્રેલરે બાઇકને હડફેટે લેતા ત્રણ પૈકી એકનું મોત

મહુધા:શહેરના ડાકોર રોડ ઉપર એક ગામની સીમમાં ટ્રેલરે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. જે પૈકી એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસ મથકે ફેટલ અકસ્માતની નોંધ કરાઈ છે.

તાલુકાના સિંઘાલી ગામે અલ્લાઉદ્દીન ઉર્ફે કાદરભાઈ અહેમદભાઈ મલેક (ઉં.વ.૪૨) રહેતા હતા. ગઈકાલે સાંજે તેઓ પોતાના સંબધી સાથે મોટર સાયકલ નં.જી.જે.૭ સી.એલ.૭૭૩૩માં બેસી પોતાના ગામ તરફ આવતા હતા. આ  દરમ્યાન કૈયજ પાટીયા નજીક પુરપાટે  લોખંડના ભુંગળા ભરેલ ટ્રેલરે ઉપરોક્ત બાઈકને ટક્કર મારી હતી. આથી બાઈક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સાથે રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં અલ્લાઉદ્દીન ઉર્ફે કાદરભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે સલીમ ઈમામમીંયા મલેકે મહુધા પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેઓની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતની નોંધ કરી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત સમયે ટ્રેલર ચાલક પોતાનું વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે આસપાસના લોકો ટ્રેલરના કેબીનની અંદર તપાસ કરતા ત્યાંથી દેશી દારૃની પોટલીઓ મળી આવી હતી.

(6:45 pm IST)