Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

કોમ્‍પ્‍યુટર-સ્‍ટેનોગ્રાફીનો જી.સી.સી. પરીક્ષાનો કાર્યક્રમ

રાજકોટ તા.૨૩ : રાજ્‍ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી જીસીસી (ગર્વમેન્‍ટ કોર્મશિયલ સર્ટિફીકેટસ)ની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ઉમેદવારોમાં પરીક્ષાના ફોર્મ બોર્ડની વેબસાઇડ એસ.ઇ.બી. દ્વારા ઓનલાઇન તા.૨૮ ડિસેમ્‍બર થી ૯ જાન્‍યુઆરી સુધી ભરી શકશે. અથવા જે તે સરકાર માન્‍ય ઇન્‍સ્‍ટીટયુટ દ્વારા પણ ભરી શકાશે.

ગુજરાતી શોર્ટહેન્‍ડ તા.૨૨, અંગ્રેજી શોર્ટ હેન્‍ડ ૬૦, ૮૦, ૧૦૦ અને ૧૨૦ની ઝડપની પરીક્ષાઓ તા.૨૩ મંગળવારે યોજાશે. જ્‍યારે ગુજરાતી ટાઇપ-કોમ્‍પ્‍યુટરની પરીક્ષા તા.૨૪ અને અંગ્રેજી/હિન્‍દી ટાઇપ કોમ્‍પ્‍યુટરની અલગ અલગ ઝડપની પરીક્ષાઓ તા.૨૫ના લેવામાં આશે.

જીસીસી પરીક્ષાના ઉમેદવારોની હોલટીકીટ તેમજ પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળ સાથે તા.૧૮ થી ૨૩ જાન્‍યુઆરી સુધીમાં ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા અંગે વધુ માહિતી માટે જે તે જીલ્લાની શિક્ષણાધિકારી કચેરી અથવા તો પરીક્ષા સમિતિના સદસ્‍ય મહેશભાઇ મહેતા, મહેતા ઇન્‍સ્‍ટીટયુટ, સર લાખાજીરાજ રોડ, રાજકોટ (મો.૯૮૨૪૨ ૪૪૫૫૦) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

 

 

(4:16 pm IST)