Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

આચારસંહિતા ઉલ્લંઘન પ્રકરણમાં ભાજપના સાંસદને ૧ મહિનાની જેલ

રાજકોટ તા. ર૩ : ચૂંટણીમાં આચાર સંહિતાનાં ઉલ્લંઘનનાં આરોપમાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદને એક મહિનાની સજા સંભળાવવામાં આવી છે. સિદ્ઘાર્થનગરની સ્થાનિક કોર્ટે સાંસદ વિરૂદ્ઘ આ ફેંસલો સંભળાવ્યો છે. જગદંબિકાપાલને વર્ષ ૨૦૧૪ના લોકસભા ઇલેકશન દરમિયાન આચાર સંહિતાનાં ઉલ્લંઘનમાં દોષિ માનવામાં આવ્યા છે. જે અંતર્ગત તેમને એક મહિનાની જેલની સજા આપવામાં આવી છે. જોકે, સાંસદને કોર્ટથી જામીન મળી ગયા છે.

વરિષ્ઠ કાર્યવાહી અધિકારી કેશવ પાંડેયએ જણાવ્યું કે, તત્કાલીન એસડીએમ પાલ વિરૂદ્ઘ બંસી પોલીસ સ્ટેશનમાં આદર્શ આચાર સંહિતાનાં ઉલ્લંઘનનો મામલો નોંધવ્યો હતો. મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ સીજેએમ સંજય ચૌધરીએ પાલને લઇ શુક્રવારે આ નિર્ણય સંભળાવ્યો હતો. પાંડેયએ જણાવ્યું કે, સીજેએમ એ જગદંબિકાપાલ પર ૧૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

કોર્ટે જગદંબિકાપાલને તાત્કાલિક ધોરણે જામીન પણ આપી દીધા હતાં. તેમના પર આરોપ હતો કે, વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એક રેલી દરમિયાન તેમણે નક્કી કરેલ સંખ્યાથી વધારે વાહનોનો ઉપીયોગ કર્યો હતો. તમને જણવી દઇએ કે, કોર્ટનો આ નિર્ણય ત્યારે આવ્યો છે, જયારે ગુજરાત ચૂંટણીમાં બંન્ને રાષ્ટ્રીય પાર્ટીઓનાં મોટા નેતાઓ પર આચાર સંહિતાનાં ઉલ્લંઘનનાં આરોપ લાગેલ છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આ અંતર્ગત ચૂંટણી પંચે નોટિસ પણ ફટકારી છે. જોકે, બાદમાં તેને પરત પણ ખેંચી લેવાઇ છે.

(4:14 pm IST)