Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ભગવાન બુદ્ધની ઈમેજ સાડી પર વાપરી નહીં શકાય

સુરતમાં આવી પ્રિન્ટવાળી ૧૨૦૦ સાડી સાથે ચાર વેપારીની ધરપકડઃ ૧૧૦ રૂ. સાડીનો હોલસેલ ભાવઃ ૨૦૦ થી ૨૨૫ રૂ. રીટેલ ભાવઃ ૧૨૦૦ રૂ. સાડી જપ્ત

મુંબઈ, તા. ૨૩ :. સમસ્ત યુવા આંબેડકરી સમાજ દ્વારા સુરતના કલેકટરને નનામી અરજી મળ્યા પછી ગઈકાલે સુરત પોલીસ દ્વારા પાડવામાં આવેલી રેઈડમાં બુદ્ધની પ્રિન્ટવાળી ૧૨૦૦ સાડી જપ્ત કરવામાં આવી હતી અને એ સાડી વેચી રહેલા ચાર વેપારીઓને પણ એરેસ્ટ કરવામાં આવ્યા હતા.

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર એસ.આઈ. દવેએ કહ્યું હતુ કે 'યુવા આંબેડકરી સમાજ દ્વારા ભગવાન બુદ્ધની સાડી માટે અગાઉ પણ ફરીયાદ આવી હતી પણ માલ પકડાયો નહોતો, આ વખતે પહેલી વખત માલ પકડાયો છે. સાડી વેચનારાની ધરપકડ કરવામાં આવી છે, પણ આ સાડીની ડિઝાઈન કોણે બનાવી અને સાડી કોને ત્યાં પ્રિન્ટ થઈ એની તપાસ હજુ ચાલુ છે. ડિઝાઈનર અને પ્રિન્ટરની પણ ધરપકડ થશે.'

ભગવાન બુદ્ધની પ્રિન્ટવાળી આ સાડીની હોલસેલ પ્રાઈસ ૧૧૦ રૂ. હતી જ્યારે રીટેલમાં એ ૨૦૦થી ૨૨૫માં વેચવામાં આવતી

(9:37 am IST)