Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમદાવાદ સાયન્સ સિટિમાં રોબોટ કરશે સહેલાણીઓને ગાઇડ

રોબો વેઇટરનું ડેમોન્સ્ટ્રેશન: ચા-કોફી પણ સર્વ કરતા દેખાશે

અમદાવાદ :સાયન્સ સીટીમાં હવે રોબોટ માણસોને ગાઈડ કરશે કારણ કે હવે દેશની સર્વપ્રથમ ગેલરી અમદાવાદના સાયન્સ સિટીમાં બની રહી છે. આગામી સમયમાં 150 જેટલા રોબોટ સાયન્સ સીટીમાં આવેલા સહેલાણીઓને ગાઈડ કરતા દેખાશે એટલું જ નહીં, ચા-કોફી પણ સર્વ કરતા દેખાશે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સસિટીમાં તાજેતરમાં જ રોબો વેઇટરનું ડેમોન્સ્ટ્રેશન હાથ ધરાયું છે.

(1:10 am IST)