Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ભરૂચના શુકલતીર્થના ભાતીગળ મેળામાં રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત :સગીરનું મોત :પાંચને ઇજા

ભરૂચ-શિકલતીર્થ રોડ ઉપર પુરઝદપે આવતી કારે રીક્ષાને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં સવાર ૩ બાળકો,એક મહિલા અને બે પુરૂષોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.જેમને તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં રહી રીક્ષા ચલાવતા નારંગસિંગ હરબતસીંગ ટાંક પોતાની રીક્ષામાં સુરતના વરાછા વિસ્તારના નાની ચીકુવાડીમાં રહેતા વસાવા પરીવાર મેળો મહાલવા આવ્યો હોઇ તેમને મુસાફર તરીકે બેસાડી શુકલતીર્થ રોડ ઉપર જતા હતા ત્યારે રાત્રી સમયે અચાનક પુરઝડપે એક કારચાલકે ધસી આવી રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

 આ અકસ્માતના પગલે રીક્ષા પલ્ટી ખાઇ જતા રીક્ષામાં સવાર રિક્ષાચાલક નારંગસીંગ સહિત રૂતિક રણજીત વસાવા ઉ.વર્ષ.૧૫, ગૌતમ સંજય વસાવા ઉ.વર્ષ.૧૧, પ્રફૂલ્લાબેન રણજીત વસાવા ઉ.વર્ષ.૪૫, કપીલાબેન જશૂભાઇ વસાવા ઉ.વર્ષ.૫૦ તમામ રહેવાસી સુરતને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી કાર ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો.

   આ અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે ૧૦૮ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયાં સારવાર દરમિયાન ગૌતમ સંજય વસાવા ઉ.વર્ષ.૧૧નું કરૂણ મોત નિજયું હતું. આ બનવની જાણ નબીપુર પોલીસને કરાતા પોલીસે ફરાર કાર ચાલકને શોધવાની કવાયત સાથે આગળની તપાસ આરંભી છે.

 

(1:07 am IST)